Get The App

ચીનના હાર્બિન શહેરમાં ૭૦ દિવસ સુધી માહોલ ગરમ કરતો અનોખો આઇસ ફેસ્ટિવલ

૮૧૦૦૦૦ ચો.મી જગ્યામાં સ્નો ફેસ્ટનું આયોજન થઇ રહયું છે.

૨૫૦૦૦૦ ઘન મીટર બરફનો ઉપયોગ થયો છે.

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
ચીનના હાર્બિન શહેરમાં ૭૦ દિવસ  સુધી માહોલ ગરમ કરતો અનોખો આઇસ ફેસ્ટિવલ 1 - image


બેઇજિંગ, 27 ડિસેમ્બર,2023,બુધવાર 

બરફાચ્છાદિત માહોલ જોઇને પ્રવાસીઓ ખૂશ થઇ જતા હોય છે જો કે એ જાણીને નવાઇ લાગશે કે ચીનના હાઇલોંગજિયાંગ પ્રાંતના હાર્બિન શહેરમાં છેલ્લા ૨૫ વર્ષથી બરફનો ઉત્સવ (આઇસ ફેસ્ટિવલ) યોજાય છે. આ અનોખો આઇસ ફેસ્ટિવલ એક બે દિવસ નહી ૭૦ દિવસ સુધી ચાલે છે. હાલમાં ડિસેમ્બર મહિનાની ૨૦ તારીખથી આઇસ ફેસ્ટિવલ શરુ થયો છે જે ૧ માર્ચ ૨૦૨૪ સુધી ચાલશે.

ચીનના હાર્બિન શહેરમાં ૭૦ દિવસ  સુધી માહોલ ગરમ કરતો અનોખો આઇસ ફેસ્ટિવલ 2 - image

આ દુનિયાનો સૌથી મોટો આઇસ ફેસ્ટિવલ માનવામાં આવે છે જેમાં સ્કલ્પચર આર્ટ એક્ષપો, આઇસ લેન્ટર્ન, આર્ટ ફેર, આઇસ એન્ડ સ્નો કાર્નિવલ, આઇસ બાર એન્ડ રેસ્ટોરન્ટ, વિન્ટર સ્કિમિંગ સ્કિલિંગ, ડોગ સ્લેડિંગ્સનો સમાવેશ થાય છે. રશિયન સ્ટાઇલની ઇમારતો અને હાર્બિનના  ઐતિહાસિક સંબંધોના કારણે આ શહેરને ઓરિએન્ટલ મોસ્કો પણ કહેવામાં આવે છે. આઇસ ફેસ્ટિવલમાં સાઇબેરિયન ટાઇગર સહિતના આર્કેટિક એનિમલ પણ ફેસ્ટિવલમાં જોઇ શકાય છે. દેશ વિદેશથી સેંકડો પ્રવાસીઓ આઇસ એન્ડ સ્નો વર્લ્ડના સમય ગાળામાં હાર્બિન શહેરની મુલાકાત લેવાનું પસંદ કરે છે.

ચીનના હાર્બિન શહેરમાં ૭૦ દિવસ  સુધી માહોલ ગરમ કરતો અનોખો આઇસ ફેસ્ટિવલ 3 - image

બરફમાંથી તૈયાર થતા વિવિધ પ્રકારના થીમ પાર્ક આકર્ષણનું કેન્દ્ર બને છે. હારબીન શહેરનું તાપમાન માઇનસ સુધી પહોંચી જાય છે જે સ્નો ફેસ્ટના આયોજન માટે અનુકૂળતા ઉભી કરે છે. આ વર્ષે ૮૧૦૦૦૦ ચો.મી જગ્યામાં સ્નો ફેસ્ટનું આયોજન થઇ રહયું છે. જેમાં ૨૦૦૦થી વધુ બરફમાંથી તૈયાર કરવામાં આવેલી ડિઝાઇનોનો સમાવેશ થાય છે. સ્નો ફેસ્ટિવલની કૃતિઓ તૈયાર કરવા માટે ૨૫૦૦૦૦ ઘન મીટર બરફનો ઉપયોગ થયો છે.

ચીનના હાર્બિન શહેરમાં ૭૦ દિવસ  સુધી માહોલ ગરમ કરતો અનોખો આઇસ ફેસ્ટિવલ 4 - image

બરફની કૃતિઓ તૈયાર કરવા માટે નજીકમાંથી પસાર થતી સુંગરી નદીનું પાણી જામી થવાથી કુદરતી રીતે તૈયાર થયેલા બરફનો ઉપયોગ થાય છે.યાદ રહે ચીનનું હાર્બિન શહેર ૨૦૨૫માં એશિયન વિન્ટર ગેમ્સની મેજબાની કરવાનું છે આથી આ વર્ષે બરફની શિલ્પકૃતિઓમાં વિન્ટર સ્પોર્ટસની ઝલક જોવા મળે છે. ૧૨૦ મીટર ઉંચું ચગડોળ સૌથી વધારે ધ્યાન ખેંચે છે. આ ચગડોળ પર ચડીને સમગ્ર ફેસ્ટિવલનો વ્યૂ જોઇ શકે છે. બરફ પરથી સરકવાનો આનંદ લોકોને સૌથી વધારે આવતો હોય છે. બરફ ઉપરથી સરકતા ઝુલા અને સ્લાઇડિંગ સ્ટ્રીપ પણ ધ્યાન ખેંચે છે. સૌથી લાંબી સ્લાઇડિંગ સ્ટ્રીપ ૫૨૧ મીટર લાંબી છે.



Google NewsGoogle News