લસણની દિવાનગી ધરાવતો અનોખો દેશ, દુષ્ટશકિતઓથી બચવા લોકો બારણે બાંધે છે લસણના તોરણ

લોકો માને છે કે ડેક્રુલા જેવી દુષ્ટ આત્માઓ સામે લસણ જ રક્ષણ કરે છે

લસણની કળીઓને પવિત્ર સમજીને પર્સમાં પણ રાખે છે

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
લસણની દિવાનગી ધરાવતો અનોખો દેશ, દુષ્ટશકિતઓથી બચવા લોકો બારણે બાંધે છે લસણના તોરણ 1 - image


બુકારેસ્ટ,20 ડિસેમ્બર,2023,બુધવાર 

વિખ્યાત કાલ્પનિક પાત્ર ડ્રેકુલા સાથે સંબંધ ધરાવતો રોમાનિયા યુરોપનો વિશિષ્ટ દેશ છે. રોમાનિયાના લોકો લસણને ખૂબ જ પવિત્ર સમજે છે તેમના કોઇ પણ ખાધ ખોરાક લસણ વિનાના હોતા નથી. લસણ સાથે લોકોનો અતૂટ નાતો હોવાથી જીવનશૈલી અને માન્યતાઓ સાથે જોડાયેલું છે. રોમાનિયામાં લસણના પાકનું ખૂબ ઉત્પાદન થાય છે. વિવિધ પ્રકારની લસણની જાતોનું પણ ખેતરમાં વાવેતર કરવામાં આવે છે. મુજડેઇ નામની એક ખાસ પ્રકારનો રોમાનિયાઇ સોસ લસણ ફલેવર માટે દુનિયામાં મશહૂર છે. 

લસણની દિવાનગી ધરાવતો અનોખો દેશ, દુષ્ટશકિતઓથી બચવા લોકો બારણે બાંધે છે લસણના તોરણ 2 - image

રોમાનિયાના લોકો માને છે કે લસણ દુષ્ટ શકિતઓ સામે રક્ષણ કરે છે. આ યુરોપિયન દેશના લોકો ખૂદ લસણનો ખોરાકમાં ઉપયોગ કરે છે એટલું જ નહી પશુઓને પણ લસણનો લેપ કરે છે. ખાસ કરીને શિંગડા પર ઘસવામાં આવે છે. ડેક્રુલા જેવી દુષ્ટ આત્માઓ સામે લસણ જ રક્ષણ કરે છે એમ માનીને ઘરની બારીઓ અને બારણા પર લસણના તોરણ બાંધે છે.

કેટલાક તો બહાર નિકળે ત્યારે પોતાની બેગમાં પણ લસણની કળીઓ મુકે છે. ૧૯મી સદીમાં બ્રામ સ્ટોકર નામના એક લેખકે ડ્રેકુલાનું કાલ્પનિક પાત્ર નિર્માણ કર્યુ હતું, આ પાત્ર લોકકથાઓથી પ્રેરિત હતું જે લોકોના ગળામાં પોતાના દાંત ભરાવીને લોહી ચુસતું હતું. ડ્રેકુલાનું પાત્ર ખૂબજ ઝડપથી લોક્પ્રિય બની ગયું હતું. રોમાનિયાના  ડ્રેકુલા પર આધારિત અનેક ફિલ્મો  હોલીવુડમાં બની છે.

લસણની દિવાનગી ધરાવતો અનોખો દેશ, દુષ્ટશકિતઓથી બચવા લોકો બારણે બાંધે છે લસણના તોરણ 3 - image

ડ્રેકુલા જેવી અજ્ઞાત દુષ્ટ આત્માઓમાં રોમાનિયાના લોકો ખૂબજ વિશ્વાસ કરે છે. દુષ્ટ આત્માઓ લસણથી દૂર ભાગે છે. આથી જ તો દરેક ઘરના દરવાજા ઉપર લસણના ફોડલાની માળા બાંધે છે. કોઇ સારા પ્રસંગનું આયોજન વિધ્ન વિના પુરુ થાય તે માટે લસણની કળીઓનું તોરણ બાંધવામાં આવે છે. ભારતમાં આસોપાલવના તોરણ જેવું મહત્વ લસણ ધરાવે છે. પાલતુ પશુઓને પણ લસણની માળા પહેરાવવામાં આવે છે. ખાસ કરીને ગાય ગર્ભવતી હોય ત્યારે કોઇની નજર ના લાગે તે માટે ગળામાં લસણની માળા અચૂક પહેરાવાય છે.

રોમાનિયા યુરોપનો બારમો સૌથી મોટો દેશ 

લસણની દિવાનગી ધરાવતો અનોખો દેશ, દુષ્ટશકિતઓથી બચવા લોકો બારણે બાંધે છે લસણના તોરણ 4 - image

રોમાનિયા પૂર્વીય અને દક્ષિણપૂર્વ યુરોપના ક્રોસરોડ્સ પર આવેલો દેશ છે. ઉત્તર અને પૂર્વમાં યુક્રેન, પશ્ચિમમાં હંગેરી, દક્ષિણ પશ્ચિમમાં સર્બિયા, દક્ષિણમાં બલ્ગેરિયા, પૂર્વમાં મોલ્ડોવા અને દક્ષિણપૂર્વમાં કાળો સમુદ્રની સરહદ ધરાવે છે. રોમાનિયા મુખ્યત્વે ખંડીય આબોહવા ધરાવે છે,. લગભગ 238,400 ચોરસ કિલોમીટર (92,000 ચોરસ માઇલ) વિસ્તાર ધરાવે છે. . રોમાનિયા એ યુરોપનો બારમો સૌથી મોટો દેશ છે અને યુરોપિયન યુનિયનનો છઠ્ઠો સૌથી વધુ વસ્તી ધરાવતો સભ્ય રાજ્ય છે. તેની રાજધાની અને સૌથી મોટું શહેર બુકારેસ્ટ છે. 2023ની ગણતરી મુજબ 1.90 કરોડ વસ્તી ધરાવે છે. 



Google NewsGoogle News