એક અનોખો ધૂમકેતુ અંતરિક્ષમાં છોડી રહયો છે આલ્કોહોલ,
તેના કેન્દ્રમાં ઇથેન, હાઇડ્રોજન સાઇનાઇડ અને એસિટિલીન જોવા મળે છે.
આ ધૂમકેતુની આસપાસથી પસાર થતા સ્પેસ ક્રાફટથી નજર રાખી શકાય છે.
ન્યૂયોર્ક, 10 ફેબ્રુઆરી,2024,શનિવાર
અંતરિક્ષમાં એક એવો પણ ધૂમકેતુ છે જે વિપૂલ પ્રમાણમાં આલ્કોહોલ છોડે છે. આ ઉપરાંત તેનામાંથી એક રહસ્યમયી ગરમી નિકળી રહી છે. ધૂમકેતુમાં આ ગરમી કેવી રીતે નિકળી રહી છે તેનો કોઇ સ્ત્રોત નહી મળવાથી વૈજ્ઞાનિકો પણ પરેશાન રહયા છે. આ ધૂમકેતુ 5 વર્ષ પહેલા પૃથ્વીની નજીકથી પસાર થઇ ચુકયો છે.
46 પી વર્ટાનેન નામ ધરાવતા આ ધૂમકેતુ પર યુએસના હવાઇદ્વીપ આવેલી WM Keck ઓબ્ઝર્વેટરીના દૂરબીનો દ્વારા સંશોધન થયેલું છે. જોન્સ હાપકિન્સ યૂનિવર્સિટી એપ્લાઇડ લેબોરેટરીના જણાવ્યા મુજબ અત્યાર સુધી શોધાયેલા ધૂમકેતુઓમાં આ પ્રથમ છે જેમાં આલ્કોહોલ અને એલ્ડીહાઇડનું આટલું ઉંચું પ્રમાણ જોવા મળેલું છે. આ ધૂમકેતુ પર જેવી રીતે કાર્બન, ઓકિસજન અને હાઇડ્રોજનના કણોનું વિભાજન થયેલું છે એવું જ વિભાજન સૌર મંડળના નિર્માણ સમયે પણ હશે. કેક ઓબ્ઝર્વેટરીને 46 પી વિટાનેન અંગે કેટલાક વિત્રિત્ર અને વિચારતા મૂકી દે તેવા ડેટા મળેલા છે.
આ ધૂમકેતુ જયારે સૂર્યની નજીકથી પસાર થાય છે ત્યારે જેની અંદર જોડાયેલા કણો ગરમ થઇને ઉકળવા લાગે છે. તે ઠોસ બરફ જેવા આકારમાંથી ગેસ બની જાય છે તે વચ્ચેની પ્રવાહી સ્થિતિમાં આવતા જ નથી. વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાને આઉટ ગેસિંગ કહે છે જેમાં ગેસનો વિશાલ ગુબ્બારો અને ધૂળ નિકળે છે. આ ધૂમકેતુના કેન્દ્રમાંથી ચાર તરફ બને છે અને પાછળથી પૂંછડી જેવા આકારમાં છુટતું રહે છે. આ ધૂમકેતુ સોલાર રેડિએશન સિવાય શાનાથી ગરમ થાય છે તેનો સ્ત્રોત જાણી શકાયો નથી.
પહેલા તો સૂર્ય પ્રકાશમાં ધૂમકેતુના કેન્દ્રમાં કેટલાક અણું આયોનાઇઝ થઇ રહયા હોવાથી કદાંચ તેનું ઘનત્વ વધતું હશે. તેના કારણે જે તેજ ગતિ ધરાવતા સુપર ચાર્જ ઇલેકટ્રોન કોઇ બીજા મોલિકયૂલને ટકરાય છે ત્યારે કાઇનેટિક ઉર્જા અને ગરમી નિકળે છે. કેક ઓબ્ઝર્વેટરીના ડેટામાં નોંધાયેલું છે કે ધૂમકેતુમાં પુષ્કળ માત્રામાં પાણીના કણ પણ છે. તેના કેન્દ્રમાં ઇથેન, હાઇડ્રોજન સાઇનાઇડ અને એસિટિલીન જોવા મળે છે.
આ ધૂમકેતુની આસપાસથી પસાર થતા સ્પેસ ક્રાફટથી નજર રાખી શકાય છે. આ ધૂમકેતુના સ્ટડી દરમિયાન તેના પર આલ્કોહોલ વિશેષ જોવા મળે છે એવું ધ્યાનમાં આવ્યું છે. આ ઉપરાંત એસીટેલિનસ એમોનિયા, ઇથેન, ફોર્મેલિડાઇડ, હાઇડ્રોજન સાઇનાઇડ, મીથેનોલ અને પાણી ભરપૂર માત્રામાં છે. ૨૦ મીનિટ સતત નીરીક્ષણ કરવાથી માલૂમ પડે છે કે આ ધૂમકેતુ અંતરિક્ષમાં આલ્કોહોલ છોડી રહયો છે.