બે હાથ અને પગથી ચાલતો અનોખો પરિવાર, વાનરને મળતું આવે છે કંકાલતંત્ર
બે પગ વડે ચાલવા પ્રયાસ કરે તો બેલેન્સ રહેતું નથી
કંકાલતંત્ર માણસ કરતા વાનરને વધારે મળતું આવે છે.
ઇસ્તાંબૂલ,૬ સપ્ટેમ્બર,૨૦૨૩,બુધવાર
ડાર્વિનના ઉત્ક્રાંતિ નિયમ મુજબ માણસ વાનરમાંથી ઉતરી આવ્યો છે. જો કે માનવ ઉત્પતિ અને ઉત્ક્રાંતિ અંગે થિએરીઓ પણ જોવા મળે છે. તુર્કીમાં મંકીની જેમ હાથ અને પગ વડે ચાલતા પરીવારે આશ્વર્ય પેદા કર્યુ છે. હરવા ફરવા અને ચાલવા માટે ફરજીયાત બે હાથનો પણ ઉપયોગ કરે છે જે વૈજ્ઞાાનિકો માટે સંશોધનનો વિષય બન્યું છે. પરીવારમાં ચાર બહેનો અને એક ભાઇ છે. આમ તો દેખાવમાં નોર્મલ માનવ શરીર જ દેખાય છે પરંતુ માત્ર પગ વડે ચાલવા પ્રયાસ કરે છે ત્યારે બેલેન્સ જળવાતું નથી.
થોડુંક ચાલે ત્યારે તરત જ પડી જાય છે આથી સંતૂલન જાળવવા હથેળીઓનો પણ ઉપયોગ કરવો પડે છે. આધુનિક મનુષ્ય ફરી પ્રાણી અવસ્થામાં પાછા ફર્યો હોય એવું પહેલી નજરે જણાય છે. જો કે આ પરીવારના સભ્યોની સ્થિતિ આ રીતે ચાલવામાં ખૂબ કફોડી થાય છે. સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે કંકાલતંત્ર (શરીરનું માળખું) માણસ કરતા વાનરને મળતું આવે છે. ખાસ કરીને સેરિબૈલમ સંકોચાયેલું જોવા મળે છે. કેટલાક વૈજ્ઞાનિકો આને રિવર્સ ઇવોલ્યૂશન પણ ગણે છે. આધુનિક ઉપકરણો અને ફિઝિયોથેરપીની મદદથી બે પગ વડે ચાલતા થાય તેવા પણ પ્રયાસો કરવામાં આવ્યા છે.