Get The App

યુએનનો એક પ્રસ્તાવ જેમાં ભારત અને પાકિસ્તાન બંનેએ કર્યુ સમર્થન, જાણીને નવાઇ લાગશે

યુએનના ગત વખતના પ્રસ્તાવમાં ભારત ગેરહાજર રહયું હતું

પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના અન્ય દેશોએ પણ વોટ આપ્યો

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
યુએનનો એક પ્રસ્તાવ જેમાં ભારત અને  પાકિસ્તાન બંનેએ કર્યુ સમર્થન, જાણીને નવાઇ લાગશે 1 - image


નવી દિલ્હી,૧૩ ડિસેમ્બર,૨૦૨૩,બુધવાર 

યુએનમાં પાકિસ્તાન હંમેશા કાશ્મીરનો રાગ આલાપતું રહે છે. કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્વો બનાવવાની પાકિસ્તાનની દરેક ચાલને ભારત નિષ્ફળ બનાવતું આવ્યું છે. યુએનની સભામાં થતી કાર્યવાહી દરમિયાન પણ પાકિસ્તાન હંમેશા ભારત વિરોધી વલણ ધરાવે છે પરંતુ હમણાં યુએનમાં એક પ્રસ્તાવ પર ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોએ એક મત દર્શાવ્યો હતો. 

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાજામાં ચાલતું યુધ્ધ ખતમ થાય તે માટેના યુએનના ગત વખતના પ્રસ્તાવમાં ભારત ગેરહાજર રહયું હતું પરંતુ મંગળવારે ૧૫૩ મતો સાથે પ્રસ્તાવ પારિત થયો જેમાં યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજાએ સંતુલન સાધતું વલણ અપનાવ્યું હતું. તેમણે કહયું હતું કે અસાધારણ પડકારોની વચ્ચેના મુશ્કેલ સમયમાં યોગ્ય સંતુલન સાધવુંએ મોટી ચુનૌતી છે.

સીઝફાયરના આ પ્રસ્તાવના સમર્થનમાં પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના અન્ય દેશોએ પણ વોટ આપ્યો હતો. ભારતના આ વલણને ઇઝરાયેલ સાથેની દોસ્તીભર્યા સંબંધોમાં આંચકારુપ છે. એવું માનવામાં આવે છે કે ભારત પર માનવીય સંકટના કારણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ પણ ઉભું થઇ રહયું હતું.


Google NewsGoogle News