VIDEO : ટાઈટેનિક જેવી દુર્ઘટના થતાં રહી ગઈ, બરફના વિશાળ ટુકડાં સાથે ટકરાતાં રહી ગયું જહાજ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
VIDEO : ટાઈટેનિક જેવી દુર્ઘટના થતાં રહી ગઈ, બરફના વિશાળ ટુકડાં સાથે ટકરાતાં રહી ગયું જહાજ 1 - image

Carnival Cruise Ship: તમે ક્યારેય દુનિયામાં સૌથી સુપરહિટ રહેલી ફિલ્મો માની એક ફિલ્મ 'ટાઈટેનીક'ને જોઈ છે? જેમાં ટાઇટેનિક નામનું જહાજ દરિયામાં એક બરફની ચટ્ટાન સાથે અથડાયા પછી ડૂબી ગયું હતું. આ ભયાનક અકસ્માતની આજે પણ ચર્ચા થાય છે. તાજેતરમાં અલાસ્કાના ટ્રેસી આર્મ ફજોર્ડમાં ફરીથી ટાઇટેનિક જેવી જ દુર્ઘટના થઇ શકી હોત. આ ઘટનાનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

અમેરિકાના અલાસ્કાના ટ્રેસી આર્મ ફજોર્ડમાં સફર કરી રહેલા કાર્નિવલ ક્રુઝ જહાજ બરફની વિશાળ ચટ્ટાન સાથે અથડાઈ ગયું હતું. જો કે જહાજ પર આ દુર્ઘટનાની કોઈ અસર થઈ ન હતી, અને જહાજને કોઈ નુકસાન થયું ન હતું. આ ઘટનાને લઈને હવે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ક્રૂઝ પર સવાર મુસાફરો આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતા જોવા મળી રહ્યા છે. 

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં જોરદાર ભૂકંપ, ઉત્તર પ્રદેશથી લઈને કાશ્મીર સુધી ધરતી ધ્રૂજતાં લોકો ભયભીત

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોયા બાદ તેની સરખામણી ટાઈટેનિક જહાજના અકસ્માત સાથે કરી રહ્યા છે. આ ઘટના અંગે કાર્નિવલ ક્રૂઝ લાઇન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 'આ ઘટના 5 સપ્ટેમ્બરે બની હતી, આ ઘટનામાં જહાજને કોઈ નુકસાન થયું ન હતું, ત્યારબાદ જહાજ કોઈપણ અવરોધ વિના આગળ વધ્યું હતું, અને 10મીએ સપ્ટેમ્બરે વોશિંગ્ટન પહોંચી ગયું હતું.'

VIDEO : ટાઈટેનિક જેવી દુર્ઘટના થતાં રહી ગઈ, બરફના વિશાળ ટુકડાં સાથે ટકરાતાં રહી ગયું જહાજ 2 - image


Google NewsGoogle News