ન્યુયોર્ક શહેર જમીનમાં ધસી રહ્યું હોવાના નાસાના ચોંકાવનારા અહેવાલે ચિંતા વધારી

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
ન્યુયોર્ક શહેર જમીનમાં ધસી રહ્યું હોવાના નાસાના ચોંકાવનારા અહેવાલે ચિંતા વધારી 1 - image


- રિપોર્ટે અમેરિકામાં વિનાશની ચેતવણી આપી

 - છેલ્લા છ વર્ષમાં આર્થર એશ સ્ટેડિયમ અને લગાર્ડિયા સ્ટેડિયમ ૪.૬ મિમી અને ૩.૭ મિમી ધસ્યાં  ન્યૂયોર્કની ૧૦ લાખ જેટલી બહુમાળી ઈમારતોનું વજન ૭૬૪,૦૦૦,૦૦૦,૦૦૦ કિલોગ્રામ

ન્યુયોર્ક: અંતરીક્ષ એજન્સી નાસાના મતે, ન્યુયોર્ક શહેર ડૂબી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ શહેરનું ભારણ છે. એક રિપોર્ટ અનુસાર, શહેરના આર્થર એશ સ્ટેડિયમ, કોની દ્વીપ અને લાગાર્ડિયા એરપોર્ટ સૌથી પહેલા સંભવિત વિનાશની જપેટમાં આવી શકે છે. આ ચર્ચાસ્પદ રિપોર્ટને નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને રુટગર્સ યુનિવર્સિટીએ સાથે મળીને તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૬ થી ૨૦૨૩ની વચ્ચે આર્થર એશ સ્ટેડિયમ અને લગાર્ડિયા એરપોર્ટ ૪.૬ મિલીમીટર અને ૩.૭ મિલીમીટર સુધી ધસી ગયું છે. 

સમુદ્રના વધી રહેલા જળસ્તર વચ્ચે ન્યુયોર્ક શહેરના ડૂબવાની સંભાવનોમાં સતત વધારો થઈ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાલની પરિસ્થિતિ અનુસાર ન્યુયોર્કના તટીય વિસ્તારોને પૂરથી બચાવવા અસંભવ લાગી રહ્યાં છે. 

 ન્યુયોર્કના જે વિસ્તારો ડૂબી રહ્યાં છે, તેમાં ગર્વનર્સ દ્વીપનો દક્ષિણ ભાગ, સ્ટેટન દ્વીપમાં મિડલેન્ડ તથા સાઉથ બીચ અને દક્ષિણ ક્વિન્સનો સમાવેશ થાય છે. 

અમેરિકામાં તાજેતરમાં કરવામાં આવેલા જીઓલોજીકલ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ન્યુયોર્ક શહેરમાં આવેલી લગભગ ૧૦ લાખ જેટલી ઈમારતોનું વજન ૧.૭ ટ્રિલિયન પાઉન્ડ એટલે કે, ૭૬૪,૦૦૦,૦૦૦,૦૦૦ કિલોગ્રામથી વધારે છે. આ બહુમાળી ઈમારતોના ભારને કારણે વિશ્વવિખ્યાત શહેરને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

નાસાની રિસર્ચમાં ઈન્ટરસ્ટેટ ૭૮ વિશે ચેતવણી આપવામાં આવી છે. ઈન્ટરસ્ટેટ ૭૮ હોલાન્ડ ટનલ પાસેથી પસાર થાય છે, જે મેનહ્ટન શહેરને ન્યુજર્સી સાથે જોડે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે ન્યુયોર્ક શહેરથી બમણી ગતિથી ધસી રહ્યું છે. ન્યુયોર્કમાં વધતા શહેરીકરણ, ગટરોના નેટવર્ક, ગ્રાઉન્ડવોટરના પમ્પિંગને કારણે પણ સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. 


Google NewsGoogle News