Get The App

દક્ષિણ સુદાનમાં ચીનની ઓઈલ કંપનીનું વિમાન ક્રેશ, એક ભારતીય સહિત 20ના મોતનો દાવો

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
Plane Crash

Image: Twitter


China Oil Company Plane Crash: વહેલી સવારે અમેરિકામાં એક પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ભયાનક દુર્ઘટના પહેલાં ગઈકાલે બપોરે દક્ષિણ સુદાનમાં પણ ચીનની ઓઈલ કંપનીનું એક વિમાન ક્રેશ થયાના અહેવાલ મળ્યા હતાં. આ વિમાનમાં એક ભારતીય સહિત 21 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી 20 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. 

તમામ પેસેન્જર્સમાં 16 સાઉથ સુદાન, બે ચીન અને એક ભારતીય હતો. આ પ્લેન એરપોર્ટથી 500 મીટરના અંતરે ક્રેશ થયુ હતું. તે સાઉથ સુદાનની રાજધાની જુબા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કર્મચારીઓને ઓઈલ ફિલ્ડ લઈ જઈ રહ્યું હતું. 


ચીનના અધિકારીઓએ આપી માહિતી 

ચીનના અધિકારીઓએ આ મામલે જણાવ્યું કે 'ઓઈલ કંપનીનું આ વિમાન દક્ષિણ સુદાનના અંતરિયાળ વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઓઈલ કંપનીએ આ વિમાન ભાડે લીધુ હતું. માહિતી અનુસાર ચીનની ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ આ વિમાનનો ઉપયોગ કરી રહી હતી જેમાં બે પાઈલટ સહિત કુલ 21 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં એક ભારતીય પણ સામેલ હોવાનો દાવો કરાયો છે.' ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ કંપનીના આ પ્લેનના 19 પેસેન્જરની યાદીમાં એક ભારતીય કર્મચારી હતો. જેનું નામ આર.એ. લિંગાયત હતું. તે કંપનીના પ્રોડક્શન વિભાગમાં કામ કરતો હતો.

દક્ષિણ સુદાનમાં ચીનની ઓઈલ કંપનીનું વિમાન ક્રેશ, એક ભારતીય સહિત 20ના મોતનો દાવો 2 - image

દક્ષિણ સુદાનમાં ચીનની ઓઈલ કંપનીનું વિમાન ક્રેશ, એક ભારતીય સહિત 20ના મોતનો દાવો 3 - image


Google NewsGoogle News