દુષ્કર્મના આરોપમાં સિંગાપોરની કોર્ટે ભારતીય નાગરિકને 16 વર્ષની સજા સંભળાવી

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
દુષ્કર્મના આરોપમાં સિંગાપોરની કોર્ટે ભારતીય નાગરિકને 16 વર્ષની સજા સંભળાવી 1 - image

Image Source: Freepik

- આરોપીએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને મૌન રહેવા માટે કહ્યું હતું અને ધમકી આપી હતી

સિંગાપોર, તા. 28 ઓક્ટોબર 2023, શનિવાર

સિંગાપોરની એક કોર્ટે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના આરોપમાં એક ભારતીય નાગરિકને 16 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે જ કોર્ટે ભારતીય નાગરિકને કોરડા મારવાની પણ સજા સંભળાવી છે. 

યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે આચર્યું હતુ દુષ્કર્મ

પ્રાપ્ત માહિતી પ્રમાણે 26 વર્ષીય ચિન્નૈયાએ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનો રાત્રીના સમયે બસ સ્ટોપ જતી વખતે પીછો કર્યો હતો. ત્યારબાદ તેણે વિદ્યાર્થીનીને અયોગ્ય ઈશારા કર્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીની સાથે ઝપાઝપી પણ કરી હતી. આરોપ છે કે, 26 વર્ષીય ચિન્નૈયા પીડિતાને એક જંગલી વિસ્તારમાં ખેંચીને લઈ ગયો હતો તેમની સાથે દુષકર્મ આચર્યું હતું. ઝપાઝપીમાં પીડિતાના ચેહરા પર ખૂબ ચોંટ આવી હતી. જેના કારણે વિદ્યાર્થીના મિત્રો પણ તેને ઓળશી નહોતા શક્યા. 

4 મેં 2019ના રોજ પીડિતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું

4 મેં 2019ના રોજ પીડિતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. કોર્ટ જણાવ્યું કે, મામલાને સામે આવવામાં 4 વર્ષ એટલા માટે લાગ્યા કારણ કે, આરોપી ચિન્નૈયાની માનસિક સ્થિતિની તપાસ કરાવવામાં આવી હતી.

ડેપ્યુટી પબ્લિક પ્રોસિક્યુટર કયાલ પિલ્લઈએ કહ્યું કે, ચિન્નૈયાએ વિદ્યાર્થિનીનું યૌન શોષણ કર્યું હતું પરંતુ આ દરમિયાન પીડિતાએ વિરોધ કરતા પોતાના ચેહરા પરથી આરોપીનો હાથ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. પિલ્લઈએ કહ્યું કે, આરોપીએ વિદ્યાર્થિનીને મજબૂતીથી પકડી રાખી હતી જેના કારણે તેને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

પીડિતાને આપી હતી ધમકી

પિલ્લઈએ કહ્યું કે, પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને મૌન રહેવા માટે કહ્યું હતું અને ધમકી આપી હતી કે, તેની વાત કોઈ નહીં સાંભળશે. જોકે, બાદમાં પીડિતાએ પોતાના મિત્રોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ડીપીપીએ જણાવ્યું કે, પોલીસના પહોંચ્યા બાદ વિદ્યાર્થીનીને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેમનાં ગળા પર ગળુ દબાવવાના નિશાન મળી આવ્યા હતા. 


Google NewsGoogle News