Get The App

યુદ્ધવિરામના સંકેત? ટ્રમ્પની ઑફર પછી રશિયાએ કહ્યું- પુતિન પણ વાતચીત માટે આતુર

Updated: Jan 24th, 2025


Google News
Google News
યુદ્ધવિરામના સંકેત? ટ્રમ્પની ઑફર પછી રશિયાએ કહ્યું- પુતિન પણ વાતચીત માટે આતુર 1 - image


Image: Facebook

Russia Ukraine Ceasefire: રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ રશિયા હવે વોશિંગ્ટનથી આ સંબંધમાં પુષ્ટિની રાહ જોઈ રહ્યું છે. આ જાણકારી ક્રેમલિન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આપી. 

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે 'હું પુતિનને ટૂંક સમયમાં મળવા ઇચ્છું છું, જેથી યુક્રેનની સાથે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવામાં આવી શકે.' તેમણે પરમાણુ હથિયારોમાં ઘટાડા પર પણ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. રશિયા અને યુક્રેનનું યુદ્ધ 24 ફેબ્રુઆરી 2022એ શરુ થયું હતું અને હવે આ યુદ્ધને ત્રણ વર્ષ પૂરા થઈ જશે.

'હું ઇચ્છું છું કે પુતિનને જલ્દી મળી શકું'

ટ્રમ્પે કહ્યું હતું કે 'હું હકીકતમાં ઇચ્છું છું કે હું પુતિનને ટૂંક સમયમાં મળી શકું જેથી તે (રશિયા-યુક્રેન) યુદ્ધને સમાપ્ત કરવામાં આવી શકે કેમ કે આ યુદ્ધ લાખો જીવન બરબાદ કરી રહ્યું છે અને તેને રોકવું ખૂબ જરૂરી છે. મારા ખ્યાલથી મે સાંભળ્યું છે કે પુતિન મને મળવા ઇચ્છે છે અને અમે ટૂંક સમયમાં મળીશું. હું તાત્કાલિક મળવા માટે તૈયાર છું. યુદ્ધભૂમિ પર સૈનિકો મરી રહ્યા છે.'

ચૂંટણી પહેલા પણ દાવો કર્યો હતો

ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલા ઘણી વખત દાવો કર્યો હતો કે જો તેમનો કાર્યકાળ શરુ થાય છે તો તેમના પહેલા દિવસમાં જ યુક્રેન અને રશિયાની વચ્ચે કરાર થઈ જશે. ટ્રમ્પ 20 જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યા છે. જોકે, તેમના સલાહકારોએ હવે સ્વીકાર કર્યો છે કે આ યુદ્ધને સમાપ્ત કરવામાં થોડા મહિના લાગી શકે છે.

આ પણ વાંચો: 'અમેરિકામાં ઉત્પાદન કરો નહીંતર જંગી ટેરિફ માટે તૈયાર રહો...' ટ્રમ્પની ચેતવણીથી કંપનીઓમાં ફફડાટ

ઝેલેન્સકી યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર

ટ્રમ્પે કહ્યું કે 'મેં જે સાંભળ્યું છે, તે અનુસાર પુતિન મને મળવા ઇચ્છે છે અને અમે ટૂંક સમયમાં મળીશું. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ મને કહ્યું હતું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે એક કરાર કરવા તૈયાર છે. શાંતિ કરારને સુરક્ષિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.'

પુતિને કરી ચીનના પ્રમુખ સાથે વાત

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહના થોડા જ કલાક બાદ એટલે કે 21 જાન્યુઆરીએ રશિયન પ્રમુખ પુતિને પોતાના ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી. રશિયાના વિદેશ મામલાના સલાહકાર યુરી ઉશાકોવ અનુસાર પુતિને શીને કહ્યું કે 'યુક્રેનની સાથે કોઈ પણ કરારમાં રશિયન હિતોનું સન્માન થવું જોઈએ.'

Tags :
Russia-Ukraine-WarRussia-Ukraine-CeasefireVladimir-PutinDonald-Trump

Google News
Google News