રશિયાનું Mi-8T હેલિકોપ્ટર ટેકઓફ બાદ લાપતા, 22 લોકો હતા સવાર

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
રશિયાનું Mi-8T હેલિકોપ્ટર ટેકઓફ બાદ લાપતા, 22 લોકો હતા સવાર 1 - image


Image: Facebook

Russian Helicopter Missing: રશિયાથી મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. રશિયાનું એક હેલિકોપ્ટર ઉડાન દરમિયાન લાપતા થઈ ગયું છે. હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાની આશંકા છે. હેલિકોપ્ટર જે સમયે લાપતા થયું, તે સમયે તેમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત કુલ 22 લોકો સવાર હતાં. 

એમઆઈ-8ટી હેલિકોપ્ટરનો દુર્ઘટનાનો ઈતિહાસ

રિપોર્ટ્સ અનુસાર રશિયાના એમઆઈ-8ટી હેલિકોપ્ટરે શનિવારે રશિયાના પૂર્વ વિસ્તારમાં સ્થિત કામાચાટકા પેનિસુલાથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટરમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત કુલ 22 લોકો સવાર હતાં. રશિયાની ફેડરલ એર ટ્રાફિક એજન્સીએ જણાવ્યું કે હેલિકોપ્ટર વચકાઝેટ્સ બેઝથી ઉડ્યું હતું, પરંતુ જ્યારે નક્કી સમય પર હેલિકોપ્ટર પોતાના ગંતવ્ય સુધી ન પહોંચ્યુ, તે બાદ શોધખોળ શરૂ કરવામાં આવી.

એમઆઈ-8ટી એક બે એન્જિનવાળું હેલિકોપ્ટર છે, જેને વર્ષ 1960માં ડિઝાઈન કરવામાં આવ્યું હતું. રશિયા સિવાય ઘણા અન્ય દેશો દ્વારા પણ આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાનો પણ લાંબો ઈતિહાસ છે.


Google NewsGoogle News