ચીનની યુદ્ધ તૈયારીઓ વચ્ચે તાઈવાનમાં શનિવારે પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
ચીનની યુદ્ધ તૈયારીઓ વચ્ચે તાઈવાનમાં શનિવારે પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે 1 - image


- તાઈવાન અને તેના કબ્જા નીચેના ટાપુઓમાં એન્ટી ટેન્ક ટ્રીપોડ-બેરીકેડઝ ગોઠવાઈ ગયા છે : યુવાનો કહે છે અમે તાઈવાનીઝ છીએ ચાઈનીઝ નથી

તેઇપીહ : ચીનની દક્ષિણ પૂર્વે આવેલા ટાપુ રાષ્ટ્ર તાઈવાનમાં શનિવારે પ્રમુખપદની ચૂંટણીઓ યોજાવાની છે. તો સામેની બાજુએ રહેલી ચીનની તળભૂમિ ઉપરથી ગમે ત્યારે હુમલો થવાની ભીતિ ગાજી રહી છે. કારણ તે છે કે : ચીનના સરમુખત્યાર શી જિનપિંગને તાઈવાન પણ તેમની સામ્યવાદી સરકારનાં શાસન નીચે લાવી જે કામ માયો-ત્સે-તુંગ ન કરી શક્યા હતા તે કામ સિદ્ધ કરી તેઓ પોતાને માયો કરતાં પણ મહાન દર્શાવવા માગે છે અને તે દ્વારા તેઓ પોતાને આજીવન પ્રમુખપદે નિશ્ચિત કરવા માગે છે. તે માટે તેઓ ચીનને પૂર્વની દુર્ઘર્ષ તાકાત તરીકે સ્થાપવા માગે છે. તે હેતુથી અને કૈંક અંશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિભા તોડવા શીએ લડાખ દામચોક અને અરૂણાચલમાં ઘૂસણખોરી કરવા પ્રયત્ન કર્યો હતો. તેમાં તદ્દન નિષ્ફળ ગયા, ઉલ્ટાનો માર ખાધો. હવે તેઓ ફરી તાઈવાન તરફ વળ્યા છે.

તેઓ હજી પણ માને છે કે તાઈવાનને મગતરાંની જેમ ચોળી નાખીશું પરંતુ તાઈવાનની સાથે પ્રબળ અમેરિકા ઊભું છે. તેથી તેણે તાઈવાનના જ શાસક પક્ષ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીમાં જ મતભેદ ઉભા કરવા પ્રયત્નો શરૂ કર્યા છે. વાસ્તવમાં આ ડી.પી.પી.ને મૂળ ક્વો મિંગ તાન પાર્ટીનું જ નવું સ્વરૂપ છે. જેના સ્થાપકો હતા. ડૉ. સોન પાત સેન સેન અને ચ્યાંગ કાઈ શેખ. આ પાર્ટીમા જ આંતરિક મતભેદો અને ઉભા કરાવતાં તેની આંતરિક ચૂંટણીમાં ઉમેદવાર હાઉ-યુ-ઇટ તાઈવાનને સાર્વભૌમ સ્વતંત્ર રાખવા માગતી ડીપીપીના જ ઉમેદવાર લાઈ ચિંગ તેની સામે ઉભા રહ્યા છે. ઇહ માને છે કે તાઈવાનની આર્થિક સમૃદ્ધિ માટે તેણે તળભૂમિ પરનાં સામ્યવાદી પાર્ટી શાસિત ચીન સાથે જોડાવું જ જોઇએ. તે સામે શુદ્ધ લોકશાહી અને માનવ અધિકારોમાં દ્રઢ વિશ્વાસ રાખનાર લાઈ તિંગ તે ચીનની સરમુખત્યાર શાહીના વિરોધી છે. તેઓ માત્ર આર્થિક સમૃદ્ધિ કરતાં સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વનાં ઉદ્ગાતા છે.

ઉલ્લેખનીય તે છે કે તાઈવાનની નવી યુવાન પેઢી પોતાને ચાઈનીઝ માનતી જ નથી. તે પોતાને તૈવાનીઝ જ કહે છે. તેઓ કહે છે કે લોકશાહી તાઈવાન, સરમુખત્યારશાહી સ્થાપનાર સામ્યવાદી ચીન (તળભૂમીનાં ચીન) સાથે જોડાવાનો વિચાર જ ન કરી શકાય. તેમાંએ છેલ્લાં ૮ વર્ષથી તાઈવાન પ્રમુખ પદ સંભાળી રહેલાં નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો છે તેથી હવે ઉક્ત બંને પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઇ ગઈ છે. હાઉ યુ ઇહે બૈજિંગની પણ મુલાકાત લીધી હોવાનું સર્વ વિદિત છે.

આવી પરિસ્થિતિમાં સામ્યવાદી ચીન ગમે ત્યારે હુમલો કરીને તાઈવાનને ચીન સાથે ભેળવી દેવા તૈયાર થયું છે. તો બીજી તરફ અમેરિકા ચીનને નિષ્ફળ કરવા તૈયાર બન્યું છે. અત્યારે તો તાઈવાનની સમુદ્ર ધૂનીમાં રહેલા તાઈવાનના જ કબ્જા નીચેના ટાપુ કીનમેન ઉપર તો જોરદાર સંરક્ષણ તૈયારી ચાલી રહી છે. કારણ કે તે ચીની તળભૂમિથી માત્ર ૧૨૦ માઈલ જ દૂર છે.

આથી તાઈવાનની ચૂંટણી ઉપર ચીનની તો બાજ નજર છે જ સામે અમેરિકા પણ ગરૂડ નજર રાખીને બેઠું છે.


Google NewsGoogle News