Get The App

યૂક્રેન સાથેના યુદ્ધ પર કવિતા લખનાર રશિયાના કવિને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા, જાણો શું છે મામલો

કવિએ સપ્ટેમ્બર 2022માં મોસ્કોમાં એક કાર્યક્રમમાં યુદ્ધના વિરોધમાં કવિતા સંભળાવી હતી

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
યૂક્રેન સાથેના યુદ્ધ પર કવિતા લખનાર રશિયાના કવિને કોર્ટે ફટકારી સાત વર્ષની સજા, જાણો શું છે મામલો 1 - image


Poet Composition: ઘણા કવિઓની કવિતાઓ હૃદયને સ્પર્શી જાય છે, કવિતાઓ એવી છે જે ક્યારેક શાંતિની અનુભૂતિ કરાવે છે તો ક્યારેક જુના ઘા તાજા કરી દે છે. પરંતુ એક કવિતા રશિયન કવિ માટે મૂંઝવણ બની ગઈ. કવિએ રશિયા-યુક્રેન યુદ્ધ પર કંઈક એવું લખ્યું કે, તેના વખાણ બદલે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો.

જાણો શું છે સમગ્ર મામલો

માહિતી અનુસાર, આ આશ્ચર્યજનક કેસમાં કોર્ટે કવિને કવિતા લખવા પર સખત સજા ફટકારી છે. ઘટના રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલી છે.કવિએ યુદ્ધના વિરોધમાં કવિતા લખી તો રશિયાની કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. મોસ્કોના ટ્વેર્સ્કોઈ જિલ્લાની કોર્ટે કવિ અર્તયોમ કરમદીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતી અને નફરત ફેલાવવાના આરોપમાં દોષિત ઠેરાવ્યો હતો. તેમણે સપ્ટેમ્બર 2022માં મોસ્કોમાં એક કાર્યક્રમમાં યુદ્ધના વિરોધમાં આ કવિતા સંભળાવી હતી.

કમરદીનની કમર તૂટી!

કાર્યક્રમમાં ભાગ લેનાર અને કમરદીનની કવિતા સાંભળનાર યેગો શ્તોવબાને આ જ આરોપમાં સાડા પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. યુક્રેનમાં રશિયાની સેનાને મળેલા ઝટકા વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને જોડવવા માટે આદેશ આપ્યો હતો, તેના થોડા દિવસો બાદ લેખક  લેખક વ્લાદિમીર માયાકોસ્કીના સ્મારકની નજીકની આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે કાર્યક્રમ સામે કડક કાર્યવાહી કરી અને તરત જ કમરદીન અને અન્ય કેટલાક સહભાગીઓની ધરપકડ કરી. 


Google NewsGoogle News