એક તસ્વીર જેને અમેરિકાની ચુંટણીની 'તસ્વીર' બદલી નાખી? સોશિયલ મીડિયામાં ચર્ચાનો દોર
૧૩ જુલાઇ ના રોજ પેનિસિલવેનિયાના બટલરપાર્કમાં ટ્રમ્પ પર હુમલો થયો હતો.
કાનમાંથી વહેતા લોહીની તસ્વીરોથી ટ્રમ્પ માટે સહાનુભૂતિ પેદા થઇ હતી.
ન્યૂયોર્ક,૮ ઓગસ્ટ,૨૦૨૪,શુક્રવાર
અમેરિકામાં દર ૪ વર્ષે યોજાતી રાષ્ટ્રપતિ પદની ચુંટણીના પરિણામોમાં ટ્રમ્પના વિજયની દેશ અને દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. કોઇ પણ દેશમાં ચુંટણી થવીએ તેની આંતરિક બાબત છે પરંતુ સુપર પાવર દેશ અમેરિકામાં શાસક બદલાય તેની સિધી કે આડકતરી અસર દુનિયાના ભૂભાગ પર થતી હોય છે આથી અમેરિકાની પ્રેસિડેન્સિયલ ચુંટણી અને તેના પરિણામોની દિવસો સુધી સમિક્ષા થતી રહે છે.
વર્તમાન ચુંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર હતી. હેરિસ બાજી મારીને અમેરિકાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની શકે તેની શકયતા વચ્ચે ટ્રમ્પ બમ્પર મતો મેળવીને ચુંટાયા છે. જરુરી ૨૭૦ ઇલેકટોરલ કોલેજની સામે ૨૯૫ મળ્યા છે. આટલા ભવ્ય જીતની કલ્પના તો કદાંચ ટ્રમ્પે પણ કરી ન હતી. ટ્રમ્પની જીત અને કમલાની હાર માટે અનેક કારણો આપવામાં આવી રહયા છે પરંતુ ટ્રમ્પની એક તસ્વીર જેને ચુંટણીમાં વિજયનો પાયો નાખ્યો હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહયું છે.
૧૩ જુલાઇ ૨૦૨૪ના રોજ પેનિસિલવેનિયાના બટલરપાર્કમાં ટ્રમ્પ પર હુમલો થયો હતો. ટ્મ્પને જાનથી મારી નાખવાના પ્રયાસમાં ગોળી કાનની કિનારીને સ્પર્શ કરીને આગળ નિકળી ગઇ હતી. ગોળીના ઘસારાથી કાનમાંથી લોહી વહેવા લાગ્યું આ તસ્વીર જ ચુંટણીમાં ટર્નિગ પોઇન્ટ સાબીત થઇ. હુમલાથી લોહીલૂહાણ ટ્રમ્પની હિંમતને દાદ આપીને લોકોએ સહાનુભૂતિ પ્રગટ કરી તે પરિણામોમાં દેખાય છે.
૨૦ વર્ષના થોમસ મેથ્યુ ક્રુકસે એર સ્ટાઇલ ૫૫૬ રાઇફલમાંથી ગોળી ચલાવી જેમાં ટ્રમ્પનું બચી જવું એ મોટી ઉપલબ્ધિ બની ગયું છે. ટ્રમ્પે જો પોતાનું માથુ જમણી તરફ ઘુમાવ્યું ના હોતતો બચવું મુશ્કેલ હતું આથી આ ઘટનાને ચમત્કાર સાથે જોડવામાં આવે છે. ટ્મ્પે ૦.૦૫ સેકન્ડના અંતરથી માથુ ઘુમાવ્યું આથી કાનને ઉઝરડો પાડીને ગોળી નિકળી ગઇ હતી. આ મિલી સેકન્ડસનું અંતર ટ્રમ્પ માટે વરદાન સાબીત થયું છે. લોકો ટ્રમ્પને જીંદાદિલ, ખેલદિલ અને નિડર લિડર તરીકે ગંભીરતાથી લેવા માંડયા હતા.