Get The App

ચીનમાં કોરોના જેવો નવો વાઇરસ ફેલાયો, દેશમાં ઈમરજન્સી લાગુ કરાયાનો દાવો, સૌથી વધુ પીડિત બાળકો

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
ચીનમાં કોરોના જેવો નવો વાઇરસ ફેલાયો, દેશમાં ઈમરજન્સી લાગુ કરાયાનો દાવો, સૌથી વધુ પીડિત બાળકો 1 - image


New Virus In China: કોવિડ-19ની યાદો એટલી ભયાનક છે કે જે કદાચ લોકોના મગજમાંથી વર્ષો સુધી નહીં ભૂલાવાની. જોકે એ વચ્ચે કોરોના કાળના 5 વર્ષ બાદ ફરી એકવાર ચીનથી એક ડરામણાં અહેવાલ સામે આવ્યા છે. ચીનમાં ફરી એકવાર કોરોના જેવો જ ઘાતક વાઈરસ તબાહી મચાવી રહ્યો હોવાના દાવા થઇ રહ્યા છે. 

શું છે આ નવો વાઇરસ? 

માહિતી અનુસાર આ વાઇરસકોરોના જેવો જ ઘાતક છે અને તેના લક્ષણ પણ કોરોના જેવા જ છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ(HMPV) છે જે એક RNA વાઇરસછે. જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે. આ વાયસરની લપેટમાં સૌથી વધુ બાળકો જ આવી રહ્યા છે. એમાંય 2 વર્ષની નાની વયના બાળકો સૌથી વધુ પીડિત બની રહ્યા છે. 

આ પણ વાંચો: અમેરિકામાં મોટી દુર્ઘટના, ટેક ઓફ કરતાં જ ઈમારત સાથે ટકરાયું વિમાન, 2નાં મોત, 18 ઈજાગ્રસ્ત


કેવા લક્ષણો જોવા મળે છે? 

ચીનના રોગ નિયંત્રણ તથા રોકથામ કેન્દ્ર (CDC) ના અહેવાલ અનુસાર તેના લક્ષણોમાં ખાંસી, તાવ, નાક બંધ થવી અને ગળામાં ખરાશ વગેરે થાય છે. HMPV ઉપરાંત ઈન્ફ્યૂએન્ઝા એ, માઈક્રોપ્લાઝમા, ન્યૂમોનિયા અને કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે. જેમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે.

ચીનમાં ઈમરજન્સી જાહેર કરાયાનો સોશિયલ મીડિયા પર દાવો

સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટમાં દર્દીઓની તસવીરો જાહેર કરવામાં આવી છે જેમાં બતાવાયું છે કે ચીને વાઇરસફેલાયા બાદ અનેક જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ દાવા અનુસાર હોસ્પિટલ અને સ્મશાન ઘાટ પર ફરી ભીડ જોવા મળી રહી છે. જોકે ચીન તરફથી હાલ એવી કોઈ માહિતીની પુષ્ટી કરવામાં આવી નથી. અનેક મીડિયાના અહેવાલોમાં સીડીસીએ પહેલાથી અસ્થમા અને ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી જેવા રોગો સામે ઝઝૂમતા દર્દીઓમાં સંક્રમણનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરી છે.

ચીનમાં કોરોના જેવો નવો વાઇરસ ફેલાયો, દેશમાં ઈમરજન્સી લાગુ કરાયાનો દાવો, સૌથી વધુ પીડિત બાળકો 2 - image


Google NewsGoogle News