ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે મચાવી તબાહી, સ્મશાન ઘાટમાં લાંબી લાઈનો
ચીનમાં કોરોનાના કારણે થયેલા મોતને જોતા ભારતની ચિંતા પણ વધી
Covid Cases in China: કોરોના વાયરસ કાંચિડાની જેમ રંગ બદતો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નવો વેરિયન્ટ JN.1 દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેની ઝપેટમાં ચીન પણ આવ્યું છે. અહેવાલ અનુસાર, ચીનમાં કોરોનાના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે અને ત્યાના સ્મશાન ઘાટ મૃતદેહથી ભરેલા છે.
ચીનના સ્મશાન ઘાટ મૃતદેહથી ભરેલા!
ચીનના હેનાન પ્રાંતના સ્થાનિય લોકોના જણાવ્યા અનસાર, કોરોના વાયરસના કારણે અહીની સ્થિતિ ખૂબ ખરાબ છે. મિસ્ટર ઝોઉ નામના વ્યક્તિએ દાવો કર્યો કે, ફ્યૂનરલ હોમમાં આઠ સ્મશાન ઘાટ છે અને અહીં એટલા બધા મૃતદેહ લાવવામાં આવ્યા છે કે, 24 કલાક બાદ બાળવાનો વારો આવે છે.
સૂત્રો અનુસાર, ચીનમાં હાલમાં કોરોનાના 118,977 પોઝિટિવ કેસ છે, જેમાંથી 7,557 કેસ ખૂબ જ ગંભીર છે. જો કે, ચીનમાં કોરોનાના કારણે મૃત્યુનો ચોક્કસ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.
નવા વેરિયન્ટે ભારતમાં પણ ચિંતા ઊભી કરી
ચીનમાં કોરોનાના કારણે થયેલા મોતને જોતા ભારતની ચિંતા પણ વધી ગઈ છે. ભારતમાં કોરોનાના નવા JN.1 વેરિયન્ટના ફેલાવા વચ્ચે સક્રિય કેસની 4,054એ પહોંચી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યું અનુસાર, એક દિવસમાં કોરોનાના 628 નવા કેસ નોંધાયા છે અને કેરળમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. નવા વેરિયન્ટ JN.1નો પ્રથમ કેસ કેરળમાં જ નોંધાયો હતો.
નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના કોવિડ ટાસ્કફોર્સના સહ-અધ્યક્ષ ડો. રાજીવ જયદેવને જણાવ્યું હતું કે,કોરોનાના કારણે કેટલાક મૃત્યુ થયા છે, પરંતુ મોટાભાગના કેસમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. એવા લોકોમાં જ સંક્રમિત થાય છે, જેઓ મોટી ઉંમરના હોય અથવા કોઈ રોગથી પીડાતા હોય.