Get The App

આયર્ન બોકસમાં 70 વર્ષ સુધી કૃત્રિમ શ્વાસ પર જીવતા માણસે દેહ છોડયો, 1952માં થઇ હતી ફેફસાની બીમારી

ચહેરા સિવાય આખું શરીર આયર્ન બોકસની અંદર રાખવું પડે છે

પોલની જીજીવિષા અને હિંમત હતાશ લોકોને પ્રેરણા આપતી હતી

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
આયર્ન બોકસમાં 70  વર્ષ સુધી કૃત્રિમ શ્વાસ પર જીવતા માણસે દેહ છોડયો, 1952માં થઇ હતી ફેફસાની બીમારી 1 - image


વોશિંગ્ટન,૧૩ માર્ચ,૨૦૨૪,બુધવાર 

નવી 'આયર્ન લંગ' એટલે કે લોખંડના ફેંફસાની મદદથી ૭૦ વર્ષથી જીવી રહેલા વાલેપોલ એલેકઝાન્ડરનું અવસાન થયું છે. ૭૮ વર્ષની ઉંમરને એલેકઝાન્ડર પોલિયો પોલના નામથી જાણીતા હતા. પોલ એલેઝાન્ડરને ૧૯૫૨માં ૬ વર્ષની ઉંમરે પોલિયો  થયો હતો. પોલિયોની સારવાર માટે ટેકસાસની હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. પોલિયો ઉપરાંત એલેકઝાન્ડરના ફેૅફસા ખરાબ હોવાથી લોખંડમાંથી બનેલા બોકસ (આયર્નલંગ)માં રાખવામાં આવ્યા હતા. આ બોકસમાં તેમણે પોતાનું સમગ્ર જીવન પસાર કર્યુ હતું.

આથી જ તો તેમને દુનિયા 'ધ મેન ઇન ધ આર્યન લંગ' તરીકે ઓળખતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૨ માર્ચના રોજ આ મશીનની અંદર જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. ૧૯૪૬માં જન્મેલા પોલ એલેકઝાન્ડરેને પોલિયો થવાથી ગર્દનની નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો હતો. તેઓ શ્વાસ પણ લઇ શકતા ન હતા. શ્વાસ લેવા માટે ૬૦૦ પાઉન્ડના આયર્ન મશીનની અંદર રાખવામાં આવ્યા હતા. આ એક પ્રકારનું વેટિલેટર છે જેમાં શરીર મશીનની અંદર જયારે માત્ર ચહેરો જ બહાર હોય છે. એ સમયે આયર્નના બોકસ જેવું મશીન શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ માટે વપરાતું હતું.

આયર્ન બોકસમાં 70  વર્ષ સુધી કૃત્રિમ શ્વાસ પર જીવતા માણસે દેહ છોડયો, 1952માં થઇ હતી ફેફસાની બીમારી 2 - image

ખાસ કરીને જેના ફેંફસા કામ કરતા બંધ થઇ જાય તેમના માટે આ મશીન વરદાન રુપ સાબીત થતું હતું. આ મશીનની મદદથી શ્વાસ લઇને ૭ દાયકા સુધી જીવતા રહયા હતા. ૧૯૨૮માં બનેલા આ મશીનમાં રહેનારા પોલ એક માત્ર વ્યકિત હતા. બીજા મશીન શોધાયા તેમ છતાં પોલે પહેલાના મશીનમાં જ રહેવાનું નકકી કર્યુ હતું. ફેફસા ખલાસ થઇ ગયા હોવા છતાં આ મશીનની મદદથી જ શ્વાસ લઇ શકતા હતા.

પોતાના જીવનને મશીનને અનુરુપ ગોઠવી દીધું હતું. જીવનમાં કોઇ પણ પરીસ્થિતિ સામે હાર નહી માનવીએ તેમના જીવનનો મૂલ મંત્ર હતો. નાની વાતમાં પરેશાન થઇ જનારા લોકો માટે પોલની જીજીવિષા અને હિંમત પ્રેરણા આપનારા હતા. આયર્ન મશીનમાં રહીને અભ્યાસ કર્યો એટલું જ નહી બાળકોને પણ ભણાવ્યા હતા. પોલના ભાઇ ફિલિપે મુત્યુની જાહેરાત કરીને ભાઇના ઇલાજ માટે દાન કરનારા સૌનો આભાર માન્યો હતો. જીવનના છેલ્લા કેટલાક વર્ષો તણાવમુકત રહી શકયા તેના માટે સૌનો આભાર વ્યકત કર્યો હતો. 

આયર્ન બોકસમાં 70  વર્ષ સુધી કૃત્રિમ શ્વાસ પર જીવતા માણસે દેહ છોડયો, 1952માં થઇ હતી ફેફસાની બીમારી 3 - image


Google NewsGoogle News