માત્ર 6 દિવસને 11 કલાકમાં શખ્સે વિશ્વના 7 અજાયબ સ્થળોની આવી રીતે લીધી મુલાકાત

મેગ્ડીએ ચીનની મહાન દિવાલ અને તાજમહેલથી પ્રવાસની શરુઆત કરી હતી.

ફલાઇટ, ટ્રેન,બસ અને પરિવહન કેન્દ્રોને નેવિગેટ કરવાએ ખૂબ અઘરુંકામ હતું.

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
માત્ર 6  દિવસને  11 કલાકમાં  શખ્સે  વિશ્વના 7  અજાયબ સ્થળોની આવી રીતે લીધી મુલાકાત 1 - image


કાહિરા,૨૦ જુલાઇ,૨૦૨૪,શનિવાર 

ઇજિપ્તના ૪૫ વર્ષિય વ્યકિત મેગ્ડી આઇસાએ માત્ર ૬ દિવસ અને ૧૧ કલાક અને ૫૨ મીનિટમાં દુનિયાના ૭ અજૂબાનો પ્રવાસ કરવાનો રિકોર્ડ કર્યો છે.મેગ્ડીએ ચીનની મહાન દિવાલથી પ્રવાસની શરુઆત કરી હતી. ત્યાર પછી ભારતમાં તાજમહેલ, જોડર્નમાં પેટ્રા, રોમમાં કોલોસિયમ, બ્રાઝીલમાં ક્રાઇસ્ટ ધ રિડીમર, પેરુમાં માચૂ પિચૂ અને અંતમાં પ્રાચીન માયા શહેર ચિચેન ઇટઝાની મુલાકાત લીધી હતી. 

આ રેકોર્ડના પ્રયાસ માટે ગિનીજ વર્લ્ડ બુક રેકોર્ડસ માટે નકકી કરેલા સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવાની છુટ આપવામાં આવી હતી. ગ્રિનીજ બુક ખાનગી વાહનોની મંજુરી આપતી હોય છે. ઇજિપ્તના નાગરિક મેગ્ડીના જણાવ્યા અનુસાર રેકોર્ડ તોડવા માટેની યોજના એક પડકારજનક કામ હતું. જેની તૈયારીઓ અને આયોજન માટે દોઢ વર્ષથી તૈયારીઓ ચાલતી હતી. ફલાઇટ, ટ્રેન,બસ અને પરિવહન કેન્દ્રોને નેવિગેટ કરવાએ ખૂબ મોટું અઘરુંકામ હતું. 

માત્ર 6  દિવસને  11 કલાકમાં  શખ્સે  વિશ્વના 7  અજાયબ સ્થળોની આવી રીતે લીધી મુલાકાત 2 - image

કોઇ પણ એક સ્થળની ટૂર દરમિયાન  આવતો માત્ર એક જ અવરોધ સમગ્ર કાર્યક્રમને પાટા પરથી ઉતારી દેવા પૂરતો હતો. પ્રવાસ સ્થળોએ પહોંચતા પહેલા મેગ્ડી આઇસાએ વ્યાપક સંશોધન કર્યુ હતું. કેટલાક અનુભવ થયા જેમાં રિયો જી જાનેરો માટે રાતની ટ્રાન્સાટલાંટિક ફલાઇટ લેવી પડી હતી. પેરુમાં માચૂ પિચૂ જવું એક મોટી ચુનૌતી હતી જેમાં એક દિવસ કરતા વધુ સમય બગડયો હતો.

 ગંતવ્ય સ્થાને પહોંચવામાં અનેક વાર વાહનો બદલવા પડયા હતા. જોડર્નમાં પેટ્રા માટે રોજીંદા સમયની બસ ચુકી જવાઇ હતી. આથી બીજી બસ શોઘવામાં ખૂબ મહેનત પડી હતી. ઉડાણ રદ થયા પછી કાહિરા પાછા ફરતી વખતે બે દિવસ લાગ્યા હતા. 


Google NewsGoogle News