ગુજરાતી મૂળની વ્યક્તિને કેનેડામાં એક મિલિયન ડોલરની લોટરી લાગી, રાતોરાત કરોડપતિ બની ગયો
Lottery Ticket: કેનેડામાં રહેતા ભારતીય મૂળની સંદીપ પટેલના જીવનમાં એવો બદલાવ આવ્યો કે તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. તેમણે 10 લાખ ડોલરનું ઈનામ જીત્યું છે. જો આ રકમને રૂપિયામાં ફેરવવામાં આવે તો તે 6.13 કરોડ રૂપિયાથી વધુ થાય છે. કેનેડા સ્થિત લોટરી વિજેતા સંદીપ પટેલ ઓન્ટારિયોના અર્નપ્રિઓરમાં રહે છે અને પોતાનો વ્યવસાય ચલાવે છે.
જૂની ખરીદેલી લોટરીની ટિકિટ મળી
સંદીપ પટેલ મૂળ ગુજરાતી વ્યક્તિ છે, તે લોટરી રમવાનો શોખીન છે અને અઠવાડિયામાં બેથી ત્રણ વખત લોટરીની ટિકિટ ખરીદે છે. પરંતુ થોડા દિવસો પહેલા તેમની કાર સાફ કરતી વખતે, તેમને જૂની ખરીદેલી લોટરીની ટિકિટ મળી હતી. જ્યારે સંદીપ પટેલે લોટરીની ટિકિટ સ્કેન કરી ત્યારે તેમને ખબર પડી કે તેણે ઓક મિલિયન ડોલર જીત્યા છે. સંદીપ પટેલે 2023માં લોટરીની ટિકિટ ખરીદી હતી અને ડ્રો 29મી જુલાઈ 2023ના રોજ થયો હતો.
સંદીપ પટેલ આ રકમનો ઉપયોગ ક્યા કરશે?
સંદીપ પટેલ તેમની ટિકિટ લઈને ટોરોન્ટો પહોંચ્યા જ્યાં તેમને એક મિલિયન ડોલરનો ચેક આપવામાં આવ્યો. સંદીપ પટેલે જણાવ્યું હતું કે 'હું આ રકમનો ઉપયોગ હોમ લોન ચૂકવવા અને રોકાણના કેટલાક લક્ષ્યોને પૂર્ણ કરવા માટે કરીશ, જ્યારે બાકીની રકમની બચત કરશે.મે ક્યારેય વિચાર્યું ન હતું કે લોટરી લાગશે જશે, પરંતુ મારી પત્નીને વિશ્વાસ હતો કે તે દિવસ આવશે.'