ગાજાપટ્ટી અને લેબનોનમાં " એક અકેલા ઇઝરાયેલ સબ પે ભારી " ચાલી રહયું છે ધમાસણ યુધ્ધ

ઇઝરાયેલને પેલેસ્ટાઇન ઉપરાંત લેબનોનના હિજબૂલ્લાથી પણ ખતરો

હમાસની સૈન્ય શાખા કસામ બ્રિગેડનો એક ટોચનો કમાંડર મરાયો

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News


ગાજાપટ્ટી અને લેબનોનમાં " એક અકેલા ઇઝરાયેલ સબ પે ભારી " ચાલી રહયું છે ધમાસણ યુધ્ધ 1 - image

તેલઅવીવ, ૧૭ ઓકટોબર,૨૦૨૩,મંગળવાર 

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ૧૦ દિવસથી ધમાસણ યુધ્ધ ચાલે છે. હમાસ પેલેસ્ટાઇનનું એક આતંકી સંગઠન જે ઇઝરાયલ પર ખતરનાક હુમલો કર્યા પછી ચર્ચામાં આવ્યું છે. ઇઝરાયેલે હમાસનો અડ્ડો ગણાતા પેલેસ્ટાઇન અને ગાજાપટ્ટી વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કરીને બરાબરનો પાઠ ભણાવી રહયું છે. પેલેસ્ટાઇનમાંથી ૧૦ લાખ કરતા વધુ લોકોએ ઘર બાર છોડીને ભાગવું પડી રહયું છે.

પેલેસ્ટાઇનની સાથે ઇઝરાયેલને પાડોશી દેશ લેબનોનના સશસ્ત્ર સમૂહો પણ હુમલો કરી રહયા છે.લેબનોન તરફથી મંગળવારે સવારે એન્ટી ટેંક મિસાઇલ છોડવામાં આવી જે ઇઝરાયેલના મેટુલામાં જઇને પડી હતી. આ મિસાઇલ હુમલામાં ૩ લોકો ઘાયલ થયા હતા. આ મિસાઇલ હુમલાની લેબનોનના કોઇ પણ કટ્ટરવાદી સંગઠને જવાબદારી લીધી નથી.ઇઝરાયેલ તકેદારીના પગલા ભરીને લેબનોન સરહદ ક્ષેત્ર સાથે જોડાયેલા વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

ગાજાપટ્ટી અને લેબનોનમાં " એક અકેલા ઇઝરાયેલ સબ પે ભારી " ચાલી રહયું છે ધમાસણ યુધ્ધ 2 - image

સામે પક્ષે લેબનોનના સરકારી મીડિયા નેશનન ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે દક્ષિણ લેબનોનના સરહદી વિસ્તારોમાં ઇઝરાયેલ તરફથી તોપમારો કરવામાં આવ્યો અને વ્હાઇટ ફોસ્ફરસ છોડવામાં આવ્યો હતો. આની પ્રતિક્રિયા સ્વરુપે લેબનોન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર લેબનોનના ઉત્તરી ઇઝરાયેલના યેફતાહ કિબ્બુત્ઝમાં બે એન્ટી ટેંક મિસાઇલ છોડવામાં આવી હતી પરંતુ કોઇ જાનહાની થઇ નથી.

લેબનોનની આ હરકતના જવાબમાં ઇઝરાયેલે આતંકી સંગઠન હિજબુલ્લાહ ના સ્થળોએ કાર્યવાહી કરીને ચાર આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા.આ ઉપરાંત હમાસની સૈન્ય શાખા કસામ બ્રિગેડનો એક ટોચનો કમાંડર મઘ્ય ગાજાપટ્ટીમં બોંબ હુમલામાં માર્યો ગયો છે. ઇઝરાયેલ તરફથી મળતી માહિતી મુજબ માર્યા ગયેલા કટ્ટર ચરમપંથીનું નામ અબૂ મોહમ્મદ છે જેને ગાજાપટ્ટીના મધ્ય ભાગમાં બુરેજી શિબિરમાં ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.



Google NewsGoogle News