મેક્સિકોના જંગલોમાં સદીઓ જૂની માયા સભ્યતાનું 50000 લોકોના ઘર ધરાવતું મોટું શહેર મળ્યું
Image: Wikipedia
Maya Civilization: સદીઓ સુધી મેક્સિકન જંગલમાં ખોવાયેલા માયા શહેરને ફરીથી શોધવામાં આવ્યું છે. આ પ્રાચીન ગુમ થયેલું શહેર દિગ્ગજ પુરાતત્વવિદોએ નહીં પરંતુ એક પીએચડીના વિદ્યાર્થીએ શોધી કાઢ્યું છે. પીએચડીના વિદ્યાર્થી લ્યૂક ઓલ્ડ-થોમસે જૂના ડેટાનું ફરીથી વિશ્લેષણ કર્યા બાદ સંયોગથી આ શોધ કરી. પિરામિડ, પુલ, એમ્ફીથિયેટર અને રમતના મેદાન પણ શોધ્યા, જે અન્ય પુરાતત્વવિદોએ પહેલા જોયા નહોતા.
આને લેજર સર્વેક્ષણના એક પ્રકાર કહેવાતા લાઈડારના ઉપયોગથી શોધવામાં આવ્યુ. આ એટલું વિશાળ શહેર હતું કે માનવામાં આવે છે કે આમાં 750થી 850 ઈ.સ. ની વચ્ચે જ્યારે આ શહેર પોતાના ચરમ પર રહ્યું હશે ત્યારે આમાં 50,000 લોકોના ઘર રહ્યાં હશે. આ શહેરમાં મોટા પિરામિડ, પુલ, એમ્ફીથિયેટર અને રમતના મેદાન પણ શોધવામાં આવ્યા.
શહેરનું નામ વેલેરિયાના રાખવામાં આવ્યું છે. શોધ કરતી ટીમનું એ પણ માનવું છે કે આ ઘનત્વમાં માત્ર કૈલાકમુલ બાદ બીજા સ્થાને છે, જેને પ્રાચીન લેટિન અમેરિકામાં સૌથી મોટું માયા સ્થળ માનવામાં આવે છે.
આ શહેર સદીઓથી મેક્સિકન જંગલોમાં છુપાયેલુ હતુ. લેજર મેપિંગ માટે માચે અને દૂરબીનો જેવું ત્યાં લગાવ્યા બાદ સંશોધનકર્તાઓની ટીમે આ શહેરમાં મંદિર પિરામિડ, ચોક અને જળાશય શોધ્યા પછી શહેરની બીજી રચનાઓ પણ મળી.
દક્ષિણ-પૂર્વી મેક્સિકન રાજ્ય કેમ્પેચેમાં આ શોધ ત્યારે થઈ જ્યારે ઉત્તરી એરિજોના યુનિવર્સિટીના માનવશાસ્ત્રી લ્યૂક ઓલ્ડ-થોમસે એ જાણવાનું શરૂ કર્યું કે શું લાઈડાર નામનું અત્યાધુનિક લેજર મેપિંગના ઉપયોગથી માયાની જૂની દુનિયાની વધુ જાણકારી મેળવી શકાશે.
ઓલ્ડ-થોમસે કહ્યું, 'લાંબા સમય સુધી માયા સભ્યતાનું અમારું સેમ્પલ કુલ મળીને 100 વર્ગ કિલોમીટરનો હતો. તે નમૂનાને પુરાતત્વવિદોએ ખૂબ મેહનતથી મેળવ્યો હતો. જેમણે દર વર્ગ મીટર પર આકરી મહેનત કરી. ચાકુથી વનસ્પતિને કાપી, એ જોવા માટે કે શું તે ખડકોના ઢગલા પર ઊભા છે જે 1,500 વર્ષ પહેલા કોઈકનું ઘર રહ્યું હશે.'
આ પણ વાંચો: નેતન્યાહૂ ફરી ફસાયા, નવા મોરચે યુદ્ધ શરૂ કર્યું અને રિઝર્વ ફોર્સ ખૂટી પડી! ઈઝરાયલ ટેન્શનમાં
લાઈડાર તકનીક શું છે
લાઈડાર એક એવી તકનીક છે જે કોઈ સ્થાનની ઉપરથી ઉડે છે. આ ઉડાનમાં લેજર અને અન્ય ડેટાનો ઉપયોગ કરીને સપાટીની વિશેષતાઓના આકાર વિશે ત્રિ-પરિમાણીય જાણકારી પેદા કરે છે.
લાઈડારથી પ્રાચીન માયા વસતીઓ અને નેશનલ હાઈવેની બંને તરફ જંગલથી છુપાયેલી જમીન અને તેની નીચેની સ્થિતિઓની જાણકારી મળે છે. આ કોઈ સસ્તું સાધન નથી. આ એરિયાનો લાઈડાર સર્વે પહેલા પણ થયો હતો, જેનાથી આ વિસ્તારનો મેપ પહેલા જ બનેલો હતો. આની પર તેમણે લાઈડારનો વધુ સઘન ઉપયોગ કર્યો.
6 વર્ષ પહેલા સંશોધનકર્તાઓમાંથી કોઈકે ગ્વાટેમાલાના પેટેન વિસ્તારના ગાઢ જંગલમાં હજારો વર્ષ પહેલાના અજાણ્યા માયા ઘરો, ઈમારતો, સુરક્ષા કાર્યો અને પિરામિડોની જાણકારી મેળવવા માટે લાઈડારનો ઉપયોગ કર્યો હતો. જેનાથી જાણ થાય છે કે પહેલાની તુલનામાં ત્યાં લાખો લોકો રહેતા હતા.
શા માટે આનું નામ વેલિરિયાના રાખવામાં આવ્યુ
થામસને અંદાજ હતો અન્ય લોકોએ અલગ-અલગ કારણોથી આ વિસ્તારનો મેપ પહેલા જ બનાવી લીધો હશે. તે ભાગ્યશાળી હતા કે 2013માં એક ફોરેસ્ટ પ્રોજેક્ટમાં આ વિસ્તારના 122 વર્ગ કિલોમીટરનું વિસ્તૃત લાઈડાર સર્વેક્ષણ કરવામાં આવ્યુ હતુ. જ્યારે આનું વિશ્લેષણ કરવામાં આવ્યું તો અંદાજ આવવા લાગ્યો કે આ જંગલોમાં અને ઝાડીઓની પાછળ માયા વસતીઓની એક શ્રૃંખલા છે. જેમાં પૂરું શહેર સામેલ થઈ શકે છે. ત્યાં મીઠા પાણીનું સરોવર પણ મળ્યું તો આનું નામ વેલેરિયાના રાખવામાં આવ્યું.
આ શહેર માયા સભ્યતાની રાજધાની પણ હોઈ શકે છે
એવું લાગે છે કે વેલેરિયાનામાં જે રીતે મોટા પરિસર અને તેમાં બે સ્મારક પરિસર બનેલા છે. તેનાથી લાગે છે કે આ માયા સભ્યતાનું ખૂબ મહત્વનું શહેર રહ્યું હશે. આનું રાજકીય મહત્વ ખૂબ રહ્યું હશે. શક્ય છે કે આ રાજધાની રહી હશે. કેમ કે આ એક મોટા નેશનલ હાઈવે સાથે જોડાયેલું છે. જેનાથી અડોઅડ ઘણા ચોક, મંદિર પિરામિડ, એક બોલકોર્ટ, એક અરોયો (એક મોસમી જળમાર્ગ) છે. જે રીતની વાસ્તુશિલ્પ વ્યવસ્થા આ શહેરની છે, તેનાથી લાગે છે કે સામાન્ય રીતે 150 ઈ.સ. થી પહેલાની હોઈ શકે છે.
આ પણ વાંચો: સબસિડી, ટેક્સમાં રાહત... વધુ બાળકો પેદા કરવા ચીનની સરકારે આપી લોકોને લોભામણી ઓફર્સ
પિરામિડોનું મોટું શહેર
આ નવા મળેલા માયા શહેરમાં માત્ર ગ્રામીણ વિસ્તાર અને નાની વસતીઓ જ મળી નથી. અમને વિસ્તારના એકમાત્ર નેશનલ હાઈવેની નજીક પિરામિડોવાળું એક મોટું શહેર પણ મળ્યું. ચોંકાવનારી વાત એ પણ છે કે અહીં લોકો વર્ષો સુધી ખંડેરોની વચ્ચે લાંબા સમયથી ખેતી પણ કરી રહ્યા હતા. સરકારને આ વિશે ક્યારેય ખબર પડી નથી. વિજ્ઞાની સમુદાયને પણ આ વિશે ક્યારેય જાણ થઈ નથી.
હવે આ શહેરની તરફ સઘન શોધની યોજના છે. પ્રાચીન દુનિયામાં આવા શહેરોના ઉદાહરણ ખૂબ છે જે આજના શહેરોની બિલકુલ અલગ છે. આ એવા શહેર હતા જે કૃષિ માટે બનેલા હતા. ખૂબ ગાઢ હતા. એવા શહેર પણ હતા જે એક સમાન પણ રહ્યા હશે.
અભ્યાસમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે માયાના નીચલા વિસ્તારમાં કદાચ એક કરોડ લોકો રહેતા હતા, જેનો અર્થ છે કે ત્યાં મોટા પાયે ખાદ્ય ઉત્પાદનની જરૂરિયાત રહી હશે.
માયા સભ્યતા વિશે જાણો
- માયા સભ્યતા પ્રાચીન દુનિયાની સૌથી આશ્ચર્યજનક સભ્યતાઓ પૈકીની એક હતી. આ સભ્યતા મેક્સિકો, ગ્વાટેમાલા, હોંડુરાસ અને યૂકાટન પ્રાયદ્વીપમાં ફેલાયેલી હતી.
- માયા સભ્યતાની શરૂઆત 1500 ઈ.સ. પૂર્વમાં થઈ હતી.
- આ સભ્યતા 250થી 900 ઈ.સ.ની વચ્ચે પોતાના ચરમ પર હતી.
- માયા સભ્યતાના લોકો કલા, ગણિત, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં મહારત હતા.
- માયા સભ્યતાના લોકો એક કેલેન્ડર બનાવ્યુ હતુ. જેમાં વિભિન્ન ધાર્મિક તહેવારો અને ખગોળીય ઘટનાઓનું વર્ણન હતુ.
- માયા સભ્યતાના લોકો કુહની માન્યતાને અપનાવતા હતા એટલે કે દેવત્વ તમામ બાબતોમાં મળી.
- માયા સભ્યતાના લોકો માનવ બલિનો અભ્યાસ કરતા હતા.
- માયા સભ્યતાના લોકો પિટ્જ રમત રમતા હતા, જે ફૂટબોલની જેમ રમત હતી.
- માયા સભ્યતાના લોકો સ્ક્રીનફોલ્ડ પુસ્તકોમાં પોતાના ઈતિહાસ અને અનુષ્ઠાનોનું જ્ઞાન નોંધ્યા કરતા હતા.
- માયા સભ્યતાના શહેરોમાં મહેલ, પિરામિડ-મંદિર, ઔપચારિક બોલકોર્ટ અને ખગોળીય અવલોકન માટે ખાસ કરીને ઘર કે સંરચનાઓ બનેલી હતી.