શરીર હલનચલન માટે સક્ષમ નહીં, માત્ર વિચારોથી ચલાવ્યું લેપટોપ: મગજમાં ચિપ નંખાવનાર યુવકનો વીડિયો વાયરલ

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
શરીર હલનચલન માટે સક્ષમ નહીં, માત્ર વિચારોથી ચલાવ્યું લેપટોપ: મગજમાં ચિપ નંખાવનાર યુવકનો વીડિયો વાયરલ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 21 માર્ચ 2024 ગુરૂવાર

Elon Muskની કંપની Neuralinkએ એક મોટુ કામ કરીને બતાવ્યુ છે. તાજેતરમાં જ Neuralinkએ સફળતાપૂર્વક એક વ્યક્તિના મગજમાં ચિપ ફિટ કરી હતી અને હવે તે વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. Neuralinkએ આ વીડિયોને X પર પોસ્ટ કરી અને પછી Elon Muskએ તે વીડિયોને શેર કર્યો. આ વીડિયો વાયરલ થઈ ગયો છે અને થોડા જ કલાકોની અંદર તેને લાખો લોકોએ જોયો.

વીડિયોમાં એક 29 વર્ષની વ્યક્તિ Noland Arbaugh છે, જે ઓપરેશન બાદ ખૂબ સ્વસ્થ નજર આવી રહ્યા છે. આ વ્યક્તિ Neuralink એન્જિનિયરની સાથે નજર આવ્યા. જે વ્યક્તિના મગજમાં ચિપને ઈમ્પ્લાન્ટ કર્યુ છે, તે ક્વોડ્રપ્લીજિકનું નામ બીમારીની ચપેટમાં આવી ચૂકી છે અને તેના કારણે ગરદનથી નીચેનું તેનુ શરીર પેરાલાઈઝ થઈ ચૂક્યુ છે. દરમિયાન આ વ્યક્તિ વ્હીલચેર પર રહે છે.

વીડિયોમાં જોવા મળ્યુ, શતરંજ

વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે કેવી રીતે આ શખ્સ કોમ્પ્યુટર પર શતરંજ રમી રહ્યો છે અને જરૂર પડવા પર ગીતને પ્લે અને પોઝ કરીને પણ બતાવ્યુ. આ પૂરુ કામ તે માત્ર મગજમાં વિચારીને કરી રહ્યો છે અને તેણે કોઈ પણ વસ્તુને હાથ લગાવ્યો નથી. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Neuralink એ આ વીડિયોને પોતાના X પ્લેટફોર્મ પર શેર કર્યુ છે, જેને અમુક જ કલાકોની અંદર 41 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આને 14 હજારથી વધુ વખત રિ-શેર કર્યો છે, જેમાંથી એક Elon Musk નું નામ પણ સામેલ છે.

X પ્લેટફોર્મ પર ઘણા યૂઝર્સે કર્યા વખાણ

X પ્લેટફોર્મ પર ઘણા યૂઝર્સ આ ટેકનિકના વખાણ કરતા નજર આવ્યા છે. એક યૂઝર્સે લખ્યુ કે આ હકીકતમાં અદ્ભુત છે. આનો ફાયદો કેટલાક સેક્ટરમાં પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. આ દિવ્યાંગજનો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. 


Google NewsGoogle News