ઓસ્ટ્રેલિયાના વિકટોરિયા સ્ટેટમાં બર્વિસ સ્પ્રિંગ્સ સરોવરનું નામ બદલીને ગુરુનાનક કેમ રખાયું ?
ઓસ્ટ્રેલિયામાં આ સરોવર બર્વિક સ્પ્રિગ્સ ક્ષેત્રમાં આવેલું છે
લંગર સમારોહ આયોજન માટે ૬૦ હજાર ડોલરનું દાન મળશે
સિડની, 13 નવેમ્બર,2024, બુધવાર
ઓસ્ટ્રેલિયાના વિકટોરિયા રાજયમાં શિખ સમુદાય અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે એક સરોવરનું નામ ગુરુનાનક રાખવામાં આવ્યું છે. આ સરોવર બર્વિક સ્પ્રિગ્સ ક્ષેત્રમાં આવેલું છે. આ નિર્ણય ગુરુ નાનકની ૫૫૫મી જયંતિ પર લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિકટોરિયન મલ્ટિ કલ્ચરલ અફેયર્સ મંત્રી સ્ટેટે જાહેરાત કરી હતી કે રાજય સરકાર વિકટોરિયામાં લંગર સમારોહ આયોજન માટે ૬૦ હજાર ડોલરનું અનુદાન આપશે.ઓસ્ટ્રેલિયાના વિકટોરિયા રાજયના નામ એ પ્લેસ અભિયાન અંર્તગત બર્વિસ સ્પ્રિંગ્સ ઝીલનું નામ બદલીને ગુરુ નાનક સરોવર રાખવામાં આવ્યું છે. વિકટોરિયા સરકારે આ અભિયાન સમાજના અલ્પસંખ્યક અને વિશેષ સમુદાયોના મુખ્ય વ્યકિતત્વોને સન્માનિત કરવાના ઉદ્દેશથી શરુ કર્યુ છે.
આ પહેલ હેઠળ શિખ સમાજના આધ્ય ગુરુ નાનકનું તળાવ સાથે નામકરણ કરવામાં આવ્યું છે. ગુરુનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટીના જગદગુરુ હતાં. તેમનો જન્મ પુર્વ ભારતની પાવન ધરતી પર કારતક પુર્ણિમાના દિવસે 1469 માં લાહોરથી નજીક 40 કિલોમીટરે આવેલ તલબંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણરાય મેહતા હતું અને માતાનું નામ તૃપતાજી હતું.