Get The App

કહેવાતા ઈસ્લામ વિરોધી ઉલ્લેખને કારણે હિન્દુ છોકરાની ટોળાએ પોલીસ મથકમાં જ હત્યા કરી

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
કહેવાતા ઈસ્લામ વિરોધી ઉલ્લેખને કારણે હિન્દુ છોકરાની ટોળાએ પોલીસ મથકમાં જ હત્યા કરી 1 - image


- બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનું જ રાજ છે

- બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકારે કહ્યું : 'દેશમાં લઘુમતિઓ પરના હુમલાઓ ભારતમાં વધારી વધારીને ગાવામાં આવે છે'

નવી દિલ્હી : 'હ્યુમન-રાઈટસ્-કોંગ્રેસ ફોર બાંગ્લાદેશ માઇનોરિટીઝ' દ્વારા આક્ષેપ મુકવામાં આવ્યો છે કે, એક હિન્દુ કોલેજ સ્ટુડન્ટ ઉત્સવ માંડોલના કટકા કરી તેની હત્યા કરવામાં આવી છે. ૧૫ વર્ષના માંડોલે સોશ્યલ મીડીયા ઉપર ઈસ્લામ વિરોધી તેમજ પયગમ્બર મહમ્મદ સાહેબ વિરૂદ્ધ કરેલા એક પોસ્ટને કારણે તેની પોલીસ સ્ટેશનમાં જ એક ટોળાએ ઘૂસી જઈ હત્યા કરી હતી.

બાંગ્લાદેશના ખુલના શહેરમાં રહેતા તે યુવાને પયગમ્બર મહમ્મદ સાહેબ અને ઈસ્લામ ધર્મ વિરોધી કોઈ પોસ્ટ કર્યું છે, તેવી અછડતી માહિતીના આધારે જ પોલીસે તેની ધરપકડ કરી હતી, તે સાથે એક ટોળું પણ હથિયારો સાથે પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયું હતું અને તે યુવાનના કટકા કરી નાખ્યા હતા.

વધુ આઘાતજનક વાત તે છે કે તે સમયે બાંગ્લાદેશના સૈનિકો પણ ઘટના સ્થળે ઉપસ્થિત હતા.

આ અંગે બાંગ્લાદેશની લઘુમતિઓના નેતાઓએ પૂછ્યું હતું કે તે યુવાને મહમ્મદ સાહેબની કે ઈસ્લામ ધર્મની કોઈ ટીકા કરી હોય, તેના પુરાવા જ ક્યાં છે. બસ, કોઈએ કહ્યું કે તેણે ટીકા કરી છે, તો તે માની લેવાનું ?

તે જે હોય તે પરંતુ શેખ હસીનાની સરકાર ગયા પછી બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનું જોર વધી ગયું છે. પાકિસ્તાન પ્રેરિત આ કટ્ટરપંથીઓ જ વાસ્તવમાં શેખ હસીના સરકાર ઉથલાવવામાં કારણભૂત હતી. બીજી તરફ નોબેલ પ્રાઇઝ વિજેતા તેવા મહમ્મદ યુનુસને પણ કટ્ટરપંથીઓને નમી જવું પડયું છે. ત્રીજી તરફ તેમની જ સરકારના એક ઉચ્ચ અધિકારીએ ભારત ઉપર આક્ષેપ કરતાં કહ્યું છે કે, 'ભારત નાની નાની ઘટનાઓને પણ મોટું સ્વરૂપ આપી બાંગ્લાદેશને જ બદનામ કરવા માગે છે.'


Google NewsGoogle News