એક છોકરી કાચબાઓને બ્રેડના ટુકડા આપતી હતી ત્યાં ઓચિંતો જ સમુદ્રી ડ્રેગન આવી પહોંચ્યો

Updated: May 10th, 2024


Google NewsGoogle News
એક છોકરી કાચબાઓને બ્રેડના ટુકડા આપતી હતી ત્યાં ઓચિંતો જ સમુદ્રી ડ્રેગન આવી પહોંચ્યો 1 - image


- જ્યુરાસિક પાર્કની યાદ આવે તેવી ઘટના

- સદભાગ્યે તે છોકરી તો નાસી જઈ શકી પરંતુ ડ્રેગન કેટલાયે બાળ કાચબાઓને સ્વાહા કરી ગયો

જાકાર્તા : બોર્નિયોનાં જંગલોમાં આજે પણ વિશાળકાય કોમોડો લીઝાર્ડસ વસે છે. સૈકાઓ પહેલાં આવી કોમોડો લિઝાર્ડસ દક્ષિણ પશ્ચિમ ચીન અને વિયેતનામનાં ઉત્તરનાં જંગલોમાં પણ રહેલી હોવાનું જીવશાસ્ત્રીઓનું પુરાવા સાથેનું તારણ છે, પરંતુ અત્યારે તો આ પ્રચંડ કોમોડો માત્ર બોર્નિયોનાં જંગલોમાં જ જોવા મળે છે જે પૈકી કેટલીયે સમુદ્રમાં પણ રહે છે.

આ લિઝાર્ડસ ડ્રેગન તરીકે ઓળખાય છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ ઉપર એક એવા જીવતો વિડીયો સામે આવ્યો છે કે જે જોઇને રૂવાંડાં બેઠાં થઇ જાય તેમ છે. સાથે લોકપ્રિય ફિલ્મ જ્યુરાસિક પાર્કની પણ યાદ તાજી થાય છે.

ઇન્સ્ટાગ્રામ ઉપર જે વીડીયો રચાયો છે તેમાં એક છોકરી સમુદ્ર કીનારે લંચ લઇ બ્રેડના વધેલા ટુકડા કાચબાઓને ખવડાવતી હતી ત્યાં ઓચિંતો જ એક સમુદ્રી ડ્રેગન પાણીમાં સામે આવતો દેખાયો તેને જોઇ તે છોકરી તુર્ત જ ઊભી થઇ નાસી ગઈ પરંતુ તે સમુદ્રી ડ્રેગન બાળ કાચબાઓને ખાઈ ગયો.

ઇન્સ્ટાગ્રામ ઉપરનો આ વિડીયો જોઈ વીતેલાં વર્ષોમાં ઉતરેલું જ્યુરાસિક પાર્ક નામનું ચલચિત્ર સાંભળી આવે છે.

ઇન્સ્ટાગ્રામ પરનાં Phuket-Insta  નામનાં પેજ પર શેર કરાયેલા આ વિડીયોમાં એક બાલિકા ખૂબ પ્રેમ પૂર્વક સમુદ્ર તટે બાંધેલી ઘાટ જેવી જગ્યાએ તે કાચબાઓને લંચ લીધા પછી વધેલી બ્રેડના ટુકડા ખવડાવતી હતી ત્યાં એકાએક સમુદ્રી ડ્રેગને ધસમસી આવતો જોઈ તે છોકરી નાસી ગઈ પરંતુ તે ડ્રેગન પેલા બાળ કાચબાઓને ખાઈ ગયો.

આ ઘટના ઉપરથી કહી શકાય કે માનવી ભલે અંતરિક્ષ તરફ ઊડયો હોય પરંતુ હજીયે જમીન ઉપરના અને જળમાં રહેલાં જીવનથી લગભગ અજાણ જ છે. આ ડ્રેગનનું મુખ લગભગ મગર જેવું જ છે. આ કોમોડો ડ્રેગન તેના ઝેરી દંશથી પણ જાણીતો છે. તેનાં મુખમાં ૬૦ અણીદાર દાંત હોય છે તે દાંત શાર્કના દાંતની જેમ અંદરની બાજુએ વળેલા હોય છે. તેનાં દાંત અમુક પડી જાય છે. પછી તેના સ્થાને નવા દાંત આવે છે.


Google NewsGoogle News