માલિકના મોત બાદ 1 વર્ષ સુધી હોસ્પિટલની બહાર રાહ જોઇ રહ્યું પાલતુ શ્વાન, વફાદારીની હૃદય સ્પર્શી કહાની

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
માલિકના મોત બાદ 1 વર્ષ સુધી હોસ્પિટલની બહાર રાહ જોઇ રહ્યું પાલતુ શ્વાન, વફાદારીની હૃદય સ્પર્શી કહાની 1 - image

Image:Facebook

તા.18 ઓક્ટબર 2023,બુધવાર 

તમે એક ડોગ લવર છો તો તમે અચૂક હોલીવૂડની ફિલ્મ હકિચો જોઇ હશે. આ ફિલ્મ એક ડોગ અને તેની વફાદારીને લઇને છે. જેણે પણ આ ફિલ્મ જોઇ હશે તે પોતાને રડતા નહીં રોકી શક્યુ હોય. જ્યાં હચિકો નામનો શ્વાન પોતાના માલિકને રોજ સ્ટેશને મુકવા અને લેવા માટે જતો હતો પરંતુ એક દિવસ તેના માલિકનું હાર્ટ અટેક આવવાના કારણે મોત થઇ જાય છે અને હચિકો સ્ટેશન પર જ માલિકની રાહ જોતુ રહે છે પરંતૂ માલિક પાછા ન આવતા તે વર્ષો સુધી સ્ટેશન પર માલિકની રાહ જોવે છે. આ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હતી. 

આવી જ એક સત્ય ઘટના ફરી એકવાર સામે આવી છે. ફિલિપાઇન્સમાં રહેતા મોર્ગ નામના શ્વાન ચર્ચામાં છે. આ શ્વાનના માલિકનું હોસ્પિટલમાં મોત થયા બાદ શ્વાન 1 વર્ષથી હોસ્પિટલની બહાર બેસીને તેના માલિકની રાહ જોઇ રહ્યો છે. 

મોર્ગનની આ સ્ટોરી ત્યારે શરૂ થઈ જ્યારે તેના માલિકને કોવિડ-19ને કારણે કેલોકેનના મનીલા સેન્ટ્રલ યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માલિકને હોસ્પિટલમાં દાખલ જોતા શ્વાન હોસ્પિટલની બહાર બેસીને માલિકની રાહ જોતો રહ્યો અને દિવસ-રાત હોસ્પિટલની બહાર નજર રાખતો હતો. આખરે થોડા સમય પછી, મોર્ગનના માલિકનું મોત થઇ ગયુ પરંતુ, તેમ છતાં મોર્ગને આશા ગુમાવી નહી અને તેના માલિકની રાહ જોતો રહ્યો હતો. 

માલિકના મોત બાદ 1 વર્ષ સુધી હોસ્પિટલની બહાર રાહ જોઇ રહ્યું પાલતુ શ્વાન, વફાદારીની હૃદય સ્પર્શી કહાની 2 - image

હોસ્પિટલના સ્ટાફ અને માલિકના પરિવારે મોર્ગનને ઘરે લાવવાના પ્રયાસોપણ કર્યા હતા, પરંતુ વફાદાર કૂતરો હંમેશા તેના પ્રિય માલિકને પરત લાવવા માટે હોસ્પિટલમાં પાછો જતો રહેતો હતો. 

પરિવારના સભ્યોએ આ શ્વાનને ઘણીવાર ઘરે લાવ્યા પરંતૂ તે પાછો હોસ્પિટલ જતો રહેતો હતો. મોર્ગનની હૃદયસ્પર્શી સ્ટોરીને એનિમલ કિંગડમ ફાઉન્ડેશન (AKF)નું ધ્યાન ખેંચ્યું, જે ફિલિપાઈન્સમાં એનિમલ ચેરિટી છે. જે શ્વાનની દેખભાળ રાખી રહ્યું છે અને તેનું રસીકરણ તેમજ તેને જમવાનું પુરુ પાડી રહી છે. આ સિવાય શ્વાનની સારી દેખભાળ થઇ શકે તે માટે એક માલિકની શોધ પણ કરી રહી છે. આશા છે કે, મોર્ગનને જલ્દી જ એક પ્રેમાણ માલિક અને એક નવુ ઘર મળી જશે, જે તેને પુરતો પ્રેમ આપી શકે.


Google NewsGoogle News