બ્રહ્માંડમાં નવજાત તારાઓનો ડિસ્કો લાઇટ જેવો નજારો -નાસાએ તસ્વીર શેર કરી
આ પિકચર સર્પેલ નેબુલાનો એક ભાગ છે
આ સ્થળ પૃથ્વીથી ૧૩૦૦ પ્રકાશ વર્ષ દૂર આવેલું છે
વોશિંગ્ટન, ૨૫ જુન,૨૦૨૪,મંગળવાર
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અંતરિક્ષના રસિયાઓ માટે નીત નવા સંશોધનો કરતી રહે છે. જે પણ નવું જાણના મળે તે સોશિયલ સાઇટસ પર માહિતી શેર પણ કરે છે. હાલમાં નાસાએ પોતાની એક પોસ્ટમાં બ્રહ્માંડની એવી એક સુંદર તસ્વીર બહાર પાડી છે જેમાં નવજાત તારાઓનું ઝુમખું છે.
તારાઓમાંથી નિકળતો ગેસ અને ધૂળના પ્રવાહને લીધે ડિસ્કો લાઇટ જેવો નજારો દેખાય છે. ઇન્સ્ટાગ્રામ હેન્ડલર પર નાસાએ જણાવ્યું છે કે આ પિકચર સર્પેલ નેબુલાનો એક ભાગ છે. જે પૃથ્વીથી ૧૩૦૦ પ્રકાશ વર્ષ દૂર આવેલી છે. આ બ્રહ્માંડ ૧ થી ૨ મિલિયન વર્ષ પહેલાનું છે. તારાનું ઝુમખું ૧ લાખ વર્ષ જ જુનું છે. બ્રહ્નાંડની રચના જોતા આ ખૂબજ નવો વિસ્તાર છે. આ પ્રકારની તસ્વીર પહેલા કયારેય ખેંચવા મળી નથી. તારાઓથી નિકળતી સંરચના ઐતિહાસિક અને દુ્લર્ભ છે.