Get The App

વિશ્વનો એક એવો દેશ જે હિંદુ કેલેન્ડરને અનુસરે છે. ૧ જાન્યુઆરીએ નવું વર્ષ મનાવતો નથી

કેલેન્ડર ચંદ્રની સ્થિતિ અને પૃથ્વીની સૂર્યને પ્રદક્ષિણાના સમય પર છે

આ કેલેન્ડર ગ્રેગોરિયનની સરખામણીમાં ૫૭ વર્ષ આગળ છે.

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
વિશ્વનો એક એવો દેશ જે હિંદુ કેલેન્ડરને  અનુસરે છે. ૧ જાન્યુઆરીએ નવું વર્ષ મનાવતો નથી 1 - image


કાઠમડૂ, ૩૦ ડિસેમ્બર,૨૦૨૩,શનિવાર 

ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ૨૦૨૩નું વર્ષના વિદાયની ઘડીઓ વાગી રહી છે.નવા વર્ષને વધાવવા માટે સૌ પડાપડી કરી રહયા છે. ૩૧ મી ડિસેમ્બરની રાત્રે દુનિયાના વિવિધ ભાગોમાં રંગા રંગ નવું વર્ષ ઉજવાય છે.ભારત વિવિધ સંસ્કૃતિ, પરંપરાઓ અને ધર્મો ધરાવતો દેશ હોવાથી દર મહિને એક નવું વર્ષ ઉજવાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ભારતનો પડોશી દેશ નેપાળ સંપૂર્ણ પણે હિંદુ કેલેન્ડરને અનુસરે છે. તે ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરતો નથી. આથી નવું ૧ જાન્યુઆરી નવું વર્ષ ગણાતું નથી.

ભારતમાં હિંદુ ધર્મના લોકોની બહુમતિ  છતાં હિંદુ કેલેન્ડરના સ્થાને આંતરરાષ્ટ્રીય ગણાતા અંગ્રેજી મહિનાઓને જ રોજીંદા વ્યહવારોમાં અનુસરવામાં આવે છે. જયારે નેપાળમાં હિંદુ કેલેન્ડરને જ અનુસરવામાં આવે છે.હિંદુ કેલેન્ડર એ વિક્રમ સંવત કેલેન્ડરનું પ્રચલિત નામ છે જે ભારતમાં દાયકાથી પ્રચલિત છે. આઝાદી પછી જયારે કેલેન્ડરની પસંદગી કરવાની હતી ત્યારે પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની સરકારે ગ્રેગોરિયન સાથે વિક્રમ સંવતને પણ અપનાવી હતી.

વિશ્વનો એક એવો દેશ જે હિંદુ કેલેન્ડરને  અનુસરે છે. ૧ જાન્યુઆરીએ નવું વર્ષ મનાવતો નથી 2 - image

જો કે આંતરરાષ્ટ્રીય સ્તરે બીજા દેશો સાથે તાલમેલ ગોઠવવા ગ્રેગોરિયન કેલેન્ડરને પણ છોડવામાં આવ્યું ન હતું. ભારતમાં અંગ્રેજોએ ૨૫૦ વર્ષ સુધી શાસન કર્યુ તેની પણ અસર હતી. નેપાળની વાત કરીએ તો દુનિયાનો એક એવો દેશ છે જે કોઇનો પણ ગુલામ રહયો નથી. નેપાળે અંગ્રેજોની પણ ગુલામી ભોગવી ન હતી. આથી તેને વારસામાં કોઇ પણ પ્રકારના અંગ્રેજી રિવાજ પાળવાના થયા ન હતા. નેપાળ હિંદુ કેલેન્ડરને અનુસરતુ રહયું છે. વિક્રમ સંવત કેલેન્ડર ગ્રેગોરિયનની સરખામણીમાં ૫૭ વર્ષ આગળ છે.

વિશ્વનો એક એવો દેશ જે હિંદુ કેલેન્ડરને  અનુસરે છે. ૧ જાન્યુઆરીએ નવું વર્ષ મનાવતો નથી 3 - image

નેપાળમાં વિક્રમ સંવતનો સત્તાવાર ઉપયોગ ઇસ ૧૯૦૧માં રાણા વંશે શરુ કર્યો હતો.હિંદુ ધર્મનું આ કેલેન્ડર મધ્ય ભારતના ઉજજૈન રાજયમાં ઇસ પૂર્વે ૧૦૨નાં જન્મેલા મહાન શાસક વિક્રમાદિત્યના નામ પર છે. કેલેન્ડર ચંદ્રની સ્થિતિ અને પૃથ્વીની સૂર્યને પ્રદક્ષિણાના સમય પર આધારિત છે.

વિક્રમ સંવતની શરુઆત રાજા ભર્તુહરિએ કરી હતી. વિક્રમાદિત્ય ભર્તુહરિનો નાના ભાઇ હતા. ભર્તુહરિને પત્નીએ દગો આપતા દુખી થઇને સન્યાસ લઇ લીધો હતો. રાજપાટ વિક્રમાદિત્યને સોંપી દીધું હતું. વિક્રમાદિત્ય ખૂબજ લોકપ્રિય રાજા હતા. તેમના સાહસ અને સુશિલતાની દૂર દૂર સુધી ખ્યાતિ હતી. તેમના નામથી જ સંવતનું નામ પ્રચલિત થયું હતું. 


Google NewsGoogle News