Get The App

સદીઓથી વાંદરાનો શિકાર કરવામાં નિપૂણ સમુદાય, હવે બચ્યા છે માત્ર 150 લોકો

જમીનમાં બીજ વાવવાને પાપ માનતા હોવાથી ખેતી કરતા નથી,

જંગલમાં કુદરતી રીતે મળી આવતા અનાજને ખોરાકમાં લે છે

Updated: Jun 17th, 2023


Google NewsGoogle News
સદીઓથી વાંદરાનો શિકાર કરવામાં નિપૂણ સમુદાય, હવે બચ્યા છે માત્ર 150 લોકો 1 - image


કાઠમંડુ, 17 જૂન,2023, શનિવાર 

 નેપાળમાં સદીઓથી રહેતો રાઉતે નામનો સમુદાય લૂપ્ત થવાને આરે છે.આજે આ જાતિના માત્ર  150  લોકો જ બચ્યા છે. નેપાળમાં મધ્ય પર્વતીય વિસ્તાર તેમનું ઘર માનવામાં આવે છે. જે હિમાલય અને નેપાળના દક્ષિણ તરાઇના મેદાનની નજીકમાં છે.રાઉતે લોકો લાકડા પર કાપડનું આવરણ ઢાંકેલા અસ્થાયી ઘરોમાં વસવાટ કરે છે. જો કે તેઓ બાકી દુનિયાથી સાવ કપાએલા રહેતા હોવાથી તેમના રહેઠાણ શોધવા મુશ્કેલ બને છે. રઉતે સમુદાયના પુરુષો વાંદરાઓનો શિકાર કરવામાં નિપુણ ગણાય છે.

તેઓ એક વાર વાંદરાની પાછળ પડે પછી શિકાર કર્યા વગર પાછા ફરતા નથી. રાઉતે લોકો શિયાળામાં રાત્રે આગ પ્રગટાવીને બેસી રહે છે.નવાઇની વાત તો એ છે કે તેઓએ જમીનમાં બીજ ઉગાડવાને પાપ સમજે છે, આથી તેઓ ખેતી કરવાના સ્થાને જંગલમાં કુદરતી રીતે મળી આવતા અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દરરોજ મહિલાઓ અને બાળકો અનાજ આપતી વનસ્પતિ લાવીને તેમાંથી અનાજ કાઢે છે.

સદીઓથી વાંદરાનો શિકાર કરવામાં નિપૂણ સમુદાય, હવે બચ્યા છે માત્ર 150 લોકો 2 - image

તેઓ કુદરતી રીતે ઉગતા ફળફળાદિ- શાકભાજી પણ ખોરાકમાં લે છે. આ વિચરતી જાતીને જંગલ પ્રત્યે ભારે લગાવ હોવાથી તે મેદાની પ્રદેશમાં આવવા ઇચ્છતી નથી. નેપાળ સરકારે દબાણ વધારતા તેઓ ગુપ્ત જગ્યાએ નિવાસ કરવા લાગ્યા છે. તિબેટો બર્મન એથેનિક ગ્રુપમાં આવતા રાઉતે લોકો કેટલીક પ્રજાતિઓના વૃક્ષોને જ કાપે છે બાકી વૃક્ષોનું સંવર્ધન અને જતન કરવામાં માને છે.

તેમ છતાં જંગલના કાયદાઓ તેમના વસવાટ માટે અડચણરુપ બન્યા છે.આથી કેટલાકે તો ઘાટા જંગલો છોડીને મેદાની વિસ્તારોમાં આવવા માટે મજબુર થવું પડયું હતું.તેમને પશ્ચીમ નેપાળમાં કરનાલી અને મખાલીમાં સરકાર દ્વારા દબાણપૂર્વક વસાવવામાં આવ્યા હતા.નેપાળમાં ૨૦ વર્ષ પહેલા ૫૦૦૦ વસ્તી ધરાવતી આ વિચરતી જાતિના હાલમાં  150 લોકો બચ્યા છે.


Google NewsGoogle News