Get The App

ઇરાનના 20 સૈન્યમથકોનો કચ્ચરઘાણ

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
ઇરાનના 20 સૈન્યમથકોનો કચ્ચરઘાણ 1 - image


- ઇઝરાયેલનો પ્રચંડ મિસાઈલ હુમલો 

- ઇરાને પહેલી ઓક્ટોબરે કરેલા આક્રમણનો વળતો જવાબ

- 100 ફાઇટર જેટ્સ સાથે ઇઝરાયેલ 2 હજાર કિ.મી. દૂરથી ઇરાનના વીસથી વધુ લશ્કરી મથકો પર ત્રાટક્યું

- આઇડીએફે ઇરાન ઉપરાંત ઇરાક, સીરિયા અને લેબનોન એમ ત્રણેય પર એકસાથે હુમલો કર્યો

તેલઅવીવ : ઇઝરાયેલે પૂરા ૨૫ દિવસ પછી ઇરાને પહેલી ઓક્ટોબરે તેના પર કરેલા મિસાઇલ હુમલાનો બદલો લીધો. ઇઝરાયેલના ૧૦૦ ફાઇટર જેટ્સે ઇરાનના ૨૦ સૈન્યમથકો પર પ્રચંડ હુમલો કર્યો. ઇઝરાયેલે ઇરાનની ડ્રોન ફેસિલિટીઝ અને મિસાઇલ યુનિટ્સ પર હુમલો કર્યો છે. હજી ગઇકાલે ખામેનીએ ઇઝરાયેલ પર ઇરાનને ૧૦૦૦ મિસાઇલોથી ત્રાટકવા તૈયાર રહેવા કહ્યુ હતુ, તેના બીજા જ દિવસે ઇઝરાયેલે આ હુમલો કર્યો છે. ઇઝરાયેલે આ હુમલાને ઓપરેશન ડેઝ ઓફ રિપેન્ટેન્સ નામ આપ્યું છે.

હિબુ્રમાં આનો અર્થ પસ્તાવાના દિવસો. ઇઝરાયેલે ઇરાનના આર્મી બેઝ પર ચોકસાઈપૂર્વકના હુમલા કરવા માટે ફાઇટર જેટ્સ અને મિસાઇલોનો ઉપયોગ કર્યો. આ હુમલાને ત્રણ તબક્કામાં અમલી બનાવાયો. આ હુમલા માટે ઇઝરાયેલે તેના ફિફ્થ જનરેશન લડાયક વિમાનોનો ઉપયોગ કર્યો.

ઇઝરાયેલના ફાઇટર જેટ્સે ૨૫થી ૩૦ના ગુ્રપમાં ઉપયોગ કર્યો. તેમા દસ જેટ મિસાઇલ સ્ટ્રાઇક કરતા રહ્યા હતા, બાકીના તેને કવર દઈ રહ્યા હતા. આ ઓપરેશન દરમિયાન વળતી કાર્યવાહી કરવા માટે ઇઝરાયેલ અને અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ હાઈ એલર્ટ પર હતી.

ઇરાને જણાવ્યું હતું કે આ હુમલામાં તેને મર્યાદિત નુકસાન થયું છે. જો કે તેના બે સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો તેણે કર્યો હતો.ઇઝરાયેલના લશ્કરે આ હુમલાને સમર્થન આપતા જણાવ્યું હતું કે ઇરાનના લશ્કરી ઠેકાણા ઉપરાંત તહેરાન અને આસપાસના શહેરો પર બોમ્બાર્ડિંગ કરવામાં આવ્યું છે.

ટાઇમ્સ ઓફ ઇઝરાયેલે એક અજાણ્યા ઇઝરાયેલી અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયેલ ઇરાનના પરમાણુ મથકો અને ઓઇલ મથકો પર હુમલા કરી રહ્યુ નથી, પણ ફક્ત લશ્કરી ઠેકાણા પર જ હુમલા કરી રહ્યુ છે. ઇરાનની સાથે-સાથે લેબનોન, ઇરાક અને સીરિયામાં પણ વિસ્ફોટો સાંભળવા મળ્યા છે. આથી ઇઝરાયેલે આ બધા સ્થળોએ હુમલા કર્યા હોય તેવી સંભાવના નકારી શકાતી નથી. ઇઝરાયેલે અમેરિકાને આ હુમલા અંગે જાણકારી આપી હતી. ઇઝરાયેલે આ દરમિયાન નાગરિક ઉડ્ડયન માટે તેનું હવાી ક્ષેત્ર બંધ કરી દીથું છે. 

ઇઝરાયેલે સીરિયામાં દક્ષિણ અને મધ્ય સીરિયામાં ઘણા લશ્કરી ઠેકાણા પર હુમલા કર્યા હતા. જો કે સીરિયાનો દાવો છે કે તેની એર ડિફેન્સ મિસાઇલે કેટલાક ઇઝરાયેલી મિસાઇલો ખતમ કરી દીધા હતા. અધિકારી હજી પણ નુકસાનની સમીક્ષા કરી રહ્યા છે. 

ઇરાનમાં પોલીસ કાફલા પર હુમલો : દસના મોત

દુબઈ : ઇરાનનો પોલીસ કાફલો દેશના અશાંત વિસ્તાર સિસ્તાન અને બલૂચિસ્તાનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના પર થયેલા હુમલામાં દસ ઓફિસરોના મોત થયા છે, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ઇરાનની રાજધાની તહેરાનથી ૧,૨૦૦ કિ.મી. દૂર આવેલા ગોહર કુહ ખાતે થયેલા હુમલાની વિગતો મેળવાઈ રહી છે. પ્રારંભિક અહેવાલો મુજબ તો આ તત્વો કેટલાક અજાણ્યા લોકોએ કર્યો હતો. હવે અફઘાનિસ્તાન, ઇરાન અને પાકિસ્તાનમાં બલૂચિસ્તાનને સમર્થ કરતાં જૂથ હલ્વશે આ હુમલાના ફોટોગ્રાફ જારી કર્યા હતા. 


Google NewsGoogle News