અનાજની ૧૦ લાખ જાતોનો સંગ્રહ, પૃથ્વી પર પ્રલય આવશે ત્યારે બચાવશે
જળવાયુ પરીનર્તનથી બરફ પિગળતા આ પ્રલય ગુંબજને પણ ખતરો
આ અનાજની જાતો માણસો માટે ક્રાઇસિસ ફૂડનું નવું સરનામું છે
ન્યૂયોર્ક, 9 ડિસેમ્બર,2023,શનિવાર
મહામારીથી લઇને પ્રલય સુધીની મહામારીનો સામનો કરવા માટે આર્કેટિકમાં એક સ્થળે અનાજની ૧૦ લાખ જાતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ ટાવર પર પરમાણુ યુધ્ધ થાય કે બીજી કોઇ પણ રીતે દુનિયા પર અનાજનું સંક્ટ આવે ત્યારે અનાજ ઉગાડવાના બીજ તરીકે કામ લાગશે. થોડાક સમય પહેલા જ તેના ખાસ સ્ટોર રુમમાં દસ લાખમી જાત ઉમેરવામાં આવી હતી. ડૂમ્સ ડે વોલ્ટ તરીકે ઓળખાતા આ ખાસ ગુંબજમાં અનાજોની જુદી જુદી જાતો બચાવીને રાખવામાં આવે છે.
આ ટાવરના દરવાજા પણ ખૂબજ ઓછા ખોલવામાં આવે છે જેથી કરીને અનાજ મૂળ સ્થિતિમાં જળવાઇ રહે છે. આ સ્થળ ચાવલ,ઘઉં અને અન્ય અનાજની જાતો મહામારી સમયે માનવીઓ માટે ક્રાઇસિસ ફૂડનું નવું સરનામું અને ખાધ સુરક્ષાના બેક અપ સમાન છે. ૨૦૧૫માં સીરિયામાં ગૃહયુધ્ધના કારણે જયારે અલેપ્પો શહેરની સીડ બેંકનો નાશ થયો હતો ત્યારે પ્રથમ વાર રિસર્ચરોએ વોલ્ટમાંથી બીજા બહાર કાઢયા હતા.
બે વર્ષ પછી ફરીથી આ બીજને ઉગાડીને તેના સેમ્પલ સ્વાલબોર્ડ વોલ્ટમાં જમા કરાવ્યા હતા.૨૦૦૮માં એક પહાડ પર જયારે આ સ્ટોરેજ ફેસિલિટી તૈયાર કરવામાં આવી હતી. મહામારી ફેલાય ત્યારે તેનાથી પ્રભાવિત વિસ્તારોમાં ફરી અનાજ ઉગાડવાનો હેતું હોવાથી જ તેનું નામ ડૂમ્સ ડે વોલ્ટ રાખવામાં આવ્યું છે. આ સ્થળે ગણતરીના માણસો બીજની માવજત માટે વર્ષમાં એક વાર પ્રવેશ કરે છે.
છેલ્લે આ વોલ્ટને ૨૫ ફેબુ્આરીના રોજ ખોલવામાં આવ્યો ત્યારે ભારત, માલી અને પરુની બીજ બેંકોમાંથી લાવવામાં આવેલા બીજને જમા કરવામાં આવ્યા હતા. જો કે આપાતકાળ ઉપરાંત શાંતિ સમયે પણ ડૂમ્સ ડે વોલ્ટ ઉપયોગી બન્યું છે.નોર્વે અને ઉત્તરી ધુ્રવની વચ્ચે આવેલા ડૂમ્સ ડે વોલ્ટમમાંથી કોઇ અનાજની જાતને વિકસિત કરવા માટે બ્રિડરને જોઇતી હોયતો ડૂમ્સ ડે વોલ્ટમાંથી મળી રહે છે. જર્મંનીના બોર્નમાં આવેલું એક સંગઠન ક્રોપ ટ્રસ્ટ તેનું વ્યવસ્થાપન સંભાળે છે.