પાણીમાં સળસળાટ ચાલતી કાર, હકિકતમાં તો આ કાર નહી બોટ છે
એક કારના નિર્માણ પાછળ બે સપ્તાહ જેટલો સમય લાગે છે.
જેટ સ્કી કરતા પણ તેને વધુ સરળતાથી ચલાવી શકાય છે.
કેરો,31 માર્ચ,2025,સોમવાર
આ નૌકા કારો યુવાનોને આકર્ષવા માટે ઘણી હાઇટેક સુવિધાઓથી સજજ હોય છે. સાઉન્ડ સ્ટીરિયો સિસ્ટમ,બ્લુ ટુથ તથા ફોનમાંથી સંગીત સાંભળી શકાય છે. વિડિયો જોવા માટે સ્ક્રિન પણ હોય છે. આ કારની મહત્તમ સ્પીડ કલાકના ૭૦ કિમી જેટલી હોય છે. ઇજિપ્તની નદીમાં લકઝરીયસ કાર સળસળાટ ચાલતી હોય તે જાણીને સૌને નવાઇ લાગે છે પરંતુ હકિકતમાં તો તે નૌકાઓ છે જેને કાર જેવી ડિઝાઇન કરવામાં આવી છે.
કાર આકારની નૌકાની માંગ વધતી જતી હોવાથી તેની નિકાસ પણ થાય છે. મોટા ભાગના પાર્ટસ ઇજિપ્તમાં જ સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવે છે. વર્ષો પહેલા એક ઉધોગ સાહસિકે નૌકા કાર તૈયાર કરી હતી જે હવે વૈશ્વિક વ્યવસાય બની ગયો છે. અમેરિકા, કેનેડા, સ્પેન, ફ્રાંસ અને ગ્રીસ પર્યાવરણને અનુકૂળ એવી નૌકા કારોની ડિમાંડ કરે છે.
એક કારના નિર્માણ પાછળ બે સપ્તાહ જેટલો સમય લાગે છે. આ વાહન બહારથી કાર જેવું લાગે છે જયારે તેની આંતરિક રચના જેટ સ્કી જેવી હોય છે. જો કે જેટ સ્કી કરતા પણ તેને વધુ સરળતાથી ચલાવી શકાય છે. આવી નૌકા કારો યુવાનોને આકર્ષવા માટે ઘણી હાઇટેક સુવિધાઓથી સજજ હોય છે. સાઉન્ડ સ્ટીરિયો સિસ્ટમ,બ્લુ ટુથ તથા ફોનમાંથી સંગીત સાંભળી શકાય છે. વિડિયો જોવા માટે સ્ક્રિન પણ હોય છે. આ કારની મહત્તમ સ્પીડ કલાકના ૭૦ કિમી જેટલી હોય છે.
આ અનોખી કાર હાઇ કવોલિટીની ફાઇબર ગ્લાસમાંથી તૈયાર કરવામાં આવે છે. ફાઇબર ગ્લાસ કારોને મજબુતી, સુરક્ષા અને તરવાની ક્ષમતા આપે છે. એક જેટ કારની કિંમત ૧૫૦૦૦ અમેરિકી ડોલર એટલે કે ૧૨.૫ લાખ રુપિયા છે. જેટકારમાં પણ જુદા જુદા મોડલ્સ તૈયાર કરવામાં આવે છે. એક નૌકામાં ૪ લોકો બેસી શકે તેટલી વ્યવસ્થા હોય છે.
હાલમાં તો ફયુઅલથી ચાલે છે પરંતુ ભવિષ્યમાં ઇલેકટ્રીક નૌકા કાર બનાવવાનું પણ આયોજન છે. ચીને ૨૦૨૩માં એક કંપની જીવાશ્મ ઇંધણનો ઉપયોગ ના થતો હોય તેવી કાર તૈયાર કરી ચુકી છે. જળમાં કાર રાઇડિંગનો અનુભવ થાય તેવી કારોની લોકપ્રિયતા વધતી જાય છે. કેટલાક ઉધોગ સાહસિકો ઉભયજીવી કારો પણ તૈયાર કરી રહયા છે જે પાણી ઉપરાંત જમીન પર પણ ચાલે છે.