Get The App

15 વર્ષની પુત્રીએ Tik-Tok પર વીડિયો બનાવતાં પિતાએ ગુસ્સામાં પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
15 વર્ષની પુત્રીએ Tik-Tok પર વીડિયો બનાવતાં પિતાએ ગુસ્સામાં પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી 1 - image


Tik Tok News | પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતનાં મુખ્ય શહેર કવેટામાં 15 વર્ષની એક કિશોરીએ ટિક-ટોક-વિડીયો બનાવતાં, તેના પિતા અને મામાએ ગોળી મારી તેની હત્યા કરી હતી.

સ્થાનિક મિડીયાના અહેવાલ ઉપરથી એએનઆઈ આ માહિતી આપતાં જણાવે છે કે તે 15 વર્ષીય કિશોરી- હીરા-ને વિડીયોબનાવવાનો શોખ હતો. તે પ્રમાણે તે ટિક-ટોક પર વિડીયો બનાવતી હતી. તેથી તેના પિતાને તેની ઉપર ગુસ્સો આવતો હતો. સોશ્યલ-મીડીયા પર આવા વિડીયો નહીં બનાવવા તે તેને વારંવાર કહેતો હતો, પરંતુ તે કિશોરી માનતી ન હતી. આથી કૃદ્ધ થયેલા પિતાએ, તેના સાળા- કિશોરીના મામા સાથે મળી કાંટો કાઢી નાખવાની યોજના ઘડી હતી.

અન્વર ઉલ્-હક્ક 15મી જાન્યુઆરીએ અમેરિકાથી તેની પત્ની અને બે પુત્રીઓ સાથે પાકિસ્તાન પરત આવ્યો હતો. તેની બીજી બે પુત્રીઓ યુએસમાં રહી હતી.

આ હત્યા પછી તપાસ કરનાર પોલીસે જણાવ્યું હતું કે, આ હત્યા અન્વર-ઉલ-હક્ક અને તેના સાળા તૈય્યબ-અલિ સાથે મળી તે કિશોરીને ખતમ કરી નાખવાની યોજના ઘડી હતી.

પોલિસને વધુમાં તેમ પણ જાણવા મળ્યું હતું કે, કિશોરીનાં વસ્ત્ર પરિધાન અને તેની જીવન શૈલી પ્રત્યે પણ તેનાં કુટુંબીજનોને ઘણો વાંધો હતો. પોલીસે વધુમાં કહ્યું હતું કે, અમારી પાસે તેનો ફોન છે. પરંતુ તે લોક કરેલો છે. આથી અમે ઓનર કીલિંગ સહિત તમામ પાસાઓ તપાસી રહ્યા છીએ.


Google NewsGoogle News