કેન્યાના ૧૦૦ વર્ષના બુઝુર્ગે બ્રિટીશ તાજ પાસેથી માંગ્યું વળતર, ૭૦ વર્ષ પહેલાની રસપ્રદ ઘટના

જો કે કેટલું વળતર ઇચ્છે છે તે અંગે વૃધ્ધે કોઇ ખુલાસો કર્યો નથી.

૧૯૫૨માં એલિઝાબેથ માટે ગીત ગાયું હતું પરંતુ વળતર મળ્યું ન હતું

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
કેન્યાના ૧૦૦ વર્ષના બુઝુર્ગે બ્રિટીશ તાજ પાસેથી માંગ્યું વળતર,  ૭૦ વર્ષ પહેલાની રસપ્રદ ઘટના 1 - image


નવી દિલ્હી,૩૦ ઓકટોબર,૨૦૨૩,સોમવાર 

બ્રિટનની દાયકાઓ જુની રાજાશાહી અને શાહી પરીવાર દુનિયામાં જાણીતો છે. રાજ પરીવાર નિયમિત વિદેશયાત્રા પણ કરતો રહે છે તાજેતરમાં બ્રિટનના કિંગ ચાલ્સે કેન્યાની મુલાકાત લઇ રહયા છે  ત્યારે ૧૦૦ વર્ષના એક બુઝુર્ગે વળતરની માંગણી કરી હોવાનો રસપ્રદ કિસ્સો બહાર આવ્યો હતો. ૧૯૫૨માં કેન્યાઇ કબિલાઇ લોકોએ રાણી એલિઝાબેથ માટે એક સંગીત કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

વિકટોરિયા લેક નજીક થયેલા સંગીત કાર્યક્રમમાં એક શખ્સે રાણી માટે સુંદર ગીત ગાયું હતું.પરંતુ રાણી પહોંચી ન હતી. કેન્યામાં કેટલાકના સ્વજનોને વેરાન અને મચ્છરથી પ્રભાવિત ગ્વાસી નામના શહેરની એક શિબિરમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ અંગે રાણીને રજૂઆત કરવા માટે ઇવેન્ટના મોકાનો ઉપયોગ કરવા ઇચ્છતા હતા. કબીલાના સભ્યો પર બ્રિટીશ ઉપનિવેશવાદ વિરુધ વિદ્વોહ ભડકાવવાના આરોપસર ૨૦ વર્ષથી જેલમાં પુરવામાં આવ્યા હતા. જો કે કિંગ જયોર્જ ચતુર્થનું મુત્યુ થતા એલિઝાબેથે અચાનક જ પ્રવાસ ટુંકાવીને કેન્યાથી લંડન જવું પડયું હતું.

 કેન્યાના ૧૦૦ વર્ષના બુઝુર્ગે બ્રિટીશ તાજ પાસેથી માંગ્યું વળતર,  ૭૦ વર્ષ પહેલાની રસપ્રદ ઘટના 2 - image

૭૦ થી વધુ વર્ષો પછી એલિઝાબેથના પુત્ર અને વર્તમાન કિંગ ચાર્લ્સ તાજેતરમાં કેન્યા પ્રવાસે છે ત્યારે ૧૦૦ વર્ષના નગાસુરા નામના શખ્સે એક સંદેશ મોકલ્યો હતો.  બ્રિટીશ તાજને મોકલેલી માહિતીમાં એ સમયે પડેલી મુશ્કેલીઓ અને યાતનાઓ માટે વળતરની માંગણી કરી છે. જો કે કેટલું વળતર ઇચ્છે છે તે અંગે વૃધ્ધે કોઇ ખુલાસો કર્યો નથી. બકિંમહામ પેલેસના જણાવ્યા અનુસાર ચાર્લ્સનો કેન્યા પ્રવાસ ૨૯ ઓકટોબરથી શરુ થયો છે.

આ અવસરે યુનાઇટેડ કિંગડમ અને કેન્યા વચ્ચેના દર્દનાક ઐતિહાસિક પાસાઓ અંગે પણ ચર્ચા થાય તેવી શકયતા છે. ૧૯૬૩માં કેન્યાએ આઝાદી મેળવી એ પહેલા બ્રિટીશરોએ ૬ દાયકા સુધી શાસન કર્યુ હતું. કેન્યાના કેટલાક સમુદાયો માટે લાંબા સમય પછી બ્રિટીશ તાજ દ્વારા ભારતની યાત્રાનું આયોજન થઇ રહયું છે ત્યારે જૂની યાદો અને દોજખ તાજા થઇ રહયા છે. કિંગ ચાર્લ્સ ૧૦૦ વર્ષના બુઝુર્ગ  નગાસુરને મળી તેવી શકયતા રહેલી છે. ચાર્લ્સ ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ કરીને વળતરની જાહેરાત કરે છે કે કેમ તેની પણ રાહ જોવાઇ રહી છે. 


Google NewsGoogle News