99 વર્ષના અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટર ગંભીર માંદગીમાં
- અમેરિકામાં ભાગ્યે જ જોવા મળતાં 77 વર્ષમાં અખંડ લગ્નજીવન તથા UFO જોયું હોવાનું કહી તેઓ ઘણા જાણીતા બની રહ્યા છે
ન્યુયોર્ક : અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટર અત્યારે ગંભીર માંદગીમાં છે. ૯૯ વર્ષના અમેરિકાના આ ૩૯મા પ્રમુખની તંદુરસ્તી અંગે તેમના પૌત્ર, જેસને એક નિવેદન દ્વારા આ પ્રમાણે જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું હતું કે મારા પિતામહી (દાદીમા) રોઝાલિન કાર્ટરના ગત નવેમ્બરમાં થયેલા નિધન પછી તેઓની તંદુરસ્તી અત્યંત બગડી હતી. જોકે આ પૂર્વે પણ તેઓ માંદા જ હતા અને તેઓને મારા પિતામહીમાં નામ ઉપરથી રોઝાલિન ચેરીટી ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારથી તેઓની બીમારી વધતી ગઈ છે.
તે સમયે જ લાગતું હતું કે જીમી કાર્ટરનો અંત નજીક છે પરંતુ તેઓ ત્યારે તો બચી ગયા હતા.
૧૯૬૧માં તેઓ જ્હોન ચેફ કેનેડી સામે પ્રમુખપદની સ્પર્ધામાં પરાજિત થયા હતા. પરંતુ અમેરિકામાં ભાગ્યે જ જોવા મળતાં ૭૭ વર્ષનું અખંડ લગ્નજીવન ગાળવા માટે તથા ૧૯૬૧માં પોતે પ્રમુખ પદે હતા ત્યારે અમેરિકાનાં છેક ઉત્તરપૂર્વના રાજ્યમાં તેઓએ યુ.એફ.ઓ. જોયું હોવાનું કહી, દુનિયાભરમાં તેમણે ખળભળાટ મચાવી દીધો હતો.