મોઝામ્બિકમાં સર્જાઈ કરુણાંતિકા, 130 લોકોને લઈને જતી ફેરી બોટ ડૂબી જતાં 94ના મોત
- મોઝામ્બિકમાં ગમખ્વાર દુર્ઘટના
- માછીમારી માટેની બોટમાં ક્ષમતા કરતા વધુ 130 મુસાફરો પ્રવાસ કરતા હતા
માપુતો : આફ્રિકાના દક્ષિણ-પૂર્વે આવેલા દેશ મોઝામ્બિકના ઉત્તર તટ પાસે એક અન-લાઇસન્સ ફેરી બોટ ડૂબી જતાં ઓછામાં ઓછા ૯૪ યાત્રીઓનું નિધન થયું છે, તેમ મોજામ્બિકની મેરી ટાઈમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું છે.
આ માહિતી આપતાં લોરેન્કો મચાડો નામના એક અધિકારીએ સ્ટેટ ટેલીવિઝન ઉપર સોમવારે વધુમાં જણાવ્યું હતું કે ડૂબી જનારાઓમાં બાળકો પણ મોટી સંખ્યામાં હતાં.
રવિવારે બનેલી આ દુર્ઘટના અંગે વધુ માહિતી આપતાં લોરેન્કો મચાડોએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ લાઈસન્સ વગરની બોટ મૂળ તો માછીમારી માટે વપરાતી બોટો પૈકીની આ એક બોટ હતી પરંતુ તેને ભરતીનાં મોજાની થપાટે તે હોડીને ડૂબાડી હશે તેવું અનુમાન છે.
વાસ્તવમાં મોઝામ્બિકમાં કોલેરા પ્રસરી રહ્યો છે. તેનેથી છુટવા આ લોકો જઈ રહ્યા હોવાનું અનુમાન છે. તેમ સ્ટેટ બ્રોડકાસ્ટરે ટીવી એમ એક અન્ય અધિકારીને ટાંકતા જણાવ્યું હતું.
બીબીસીએ પણ રાજ્ય કક્ષાના મંત્રી જૈમે નેટો ટાંકતા કહ્યું હતું કે વાસ્તવમાં માછીમારી માટેની આ બોટમાં તેની ક્ષમતા કરતાં ઘણાં વધુ મુસાફરો ભરવામાં આવ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી.