દરેક 10 માંથી 9 ગાઝામાં વિસ્થાપિત છે : પેલેસ્ટાઈની વિસ્તાર સ્થિત યુએનની OCHA એજન્સીનો રિપોર્ટ
- પેલેસ્ટાઈનીઓને ગાઝા પટ્ટી વેસ્ટબેન્કમાંથી કાઢી મુકવાના છે
- ગાઝા પટ્ટીમાં આશરે 19 લાખ લોકો બાહ્ય કે આંતરિક રીતે પણ વિસ્થાપિત છે : આંદ્રિયા દંડામેનિકો
જીનીવા : સમગ્ર ગાઝા પટ્ટીમા થઈને દર ૧૦માંથી ૯ લોકો બાહ્ય કે આંતરિક રીતે વિસ્થાપિત થયેલા છે. હમાસ-ઇઝરાયલ યુદ્ધ શરૂ થયું ત્યારથી આજ સુધીમાં આવી ગંભીર પરિસ્થિતિ ઉપસ્થિત થઇ છે.
યુએનની માનવ સહાય સંસ્થા ઓસીએચએના અધ્યક્ષ આંદ્રીયા દંડોમેનિકોએ બુધવારે સાંજે જેરૂસલેમના પત્રકારોને આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ૭મી ઓકટોબર ૨૦૨૩ના દિવસે યુદ્ધ શરૂ થયું પછી વિસ્થાપિતોની સંખ્યા વધતી જ ગઈ છે. જે હજી સુધીમાં ૧૦ ગણી થઈ ગઈ છે.
તેમણે વધુમાં કહ્યું પહેલા અમારો અંદાજ હતો કે ૧૭ લાખ લોકો વિસ્થાપિત થયા હશે, પરંતુ રફાહ પર આક્રમણ શરૂ થયા પછી અને ઉત્તરમાં પ્રચંડ તબાહી વેરાયા પછી આ આંક વધી ગયો છે. જો કે અમે ઉત્તરમાં પણ કાર્યવાહી હાથ ધરી છે.
યુએનની ઓફિસ ફોર ધી કો-ઓર્ડીનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (ઓસીએચએ)ના આ અધ્યક્ષે કહ્યું હતું કે, ગાઝા પટ્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ઉત્તરમાં રહેલા ૩ થી ૩.૫ લાખ લોકો દક્ષિણમાં જઈ શકે તેમ નથી. યુદ્ધ શરૂ થયું ત્યારે આશરે ૧૧૦૦૦૦ જેટલા લોકો રફાહ ક્રોસિંગ બંધ થયું તે પહેલા ઇજીપ્તમાં આશ્રય લઈ શક્યા છે.
૭મી ઓકટો. ૨૦૨૩ના દિને શરૂ થયેલા આ યુદ્ધમાં પહેલા હમાસે આક્રમણ કરતાં ૧૧૯૫ના મૃત્યુ થયા હતા. ૨૫૧ને તેમણે બંદી બનાવ્યા હતા. તે પૈકી મોટાભાગના નાગરિકો જ હતા. આ પછી ઇઝરાયલે કરેલા વળતા હુમલામાં ૩૭૯૫૩ જેટલા પેલેસ્ટાઈનીઓ (હમાસ આતંકીઓ સહિત) માર્યા ગયા છે. ગાઝા શહેર તેમજ અન્ય શહેરો અને દ. પશ્ચિમે રહેલુ રફાહ તો ખંડેર બની ગયા છે. વેસ્ટ બેન્કમાં પણ ઇઝરાયલે તબાહી વેરી નાખી છે. તેવું લાગે છે કે આ વિસ્તારોમાંથી ઇઝરાયલ તમામ પેલેસ્ટાઈનીઓને કાઢી મુકવા માગે છે.
પશ્ચિમ ભલે ગમે તે કરે તેનું જ ઇઝરાયલને પુરુ પીઠબળ છે. તે ઇઝરાયલને ફૂટબોર્ડ તરીકે રાખી મધ્ય પૂર્વ અને સિશઇ દ્વિપકલ્પ પર પોતાનો સકંજો દબાવવા માગે છે.