Get The App

વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર હુમલાનું એ રહસ્ય, જે આજ સુધી કોઈ જાણી શક્યું નથી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર હુમલાનું એ રહસ્ય, જે આજ સુધી કોઈ જાણી શક્યું નથી 1 - image


9/11 Attack: આજથી 23 વર્ષ પહેલાં એટલે કે 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, જેને વિશ્વ 9/11 હુમલા તરીકે ઓળખે છે. આ આતંકવાદી હુમલો અત્યાર સુધીનો વિશ્વના સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. આ હુમલાને કોઈ ક્યારેય ન ભૂલી શકે. 11 સપ્ટેમ્બર 2001ના રોજ આતંકવાદીઓએ અમેરિકાની 110 માળની ઇમારત વર્લ્ડ ટ્રેડ સેન્ટર સહિત પેન્ટાગોન અને વ્હાઇટ હાઉસને પણ ઉડાવી દેવાની યોજના ઘડી હતી.

આતંકવાદીઓ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર હુમલો કરવામાં સફળ રહ્યા પરંતુ તેઓ વ્હાઇટ હાઉસ સુધી નહોતા પહોંચી શક્યા. આ હુમલા સાથે સબંધિત કેટલાંક રહસ્યો એવા છે જે આજ સુધી કોઈ જાણી નથી શક્યું.

9/11ની તારીખ એ અમેરિકા માટે ખૌફનાક દિવસ હતો. આતંકવાદીઓએ 4 પેસેન્જર વિમાનનું અપહરણ કરી લીધું અને તેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન સાથે અથડાવા માટે મજબૂર કર્યું. તેમાં અનેક મુસાફરો પણ સવાર હતા. આમ છતાં આતંકવાદીઓએ હાઇજેક વિમાનોને વર્લ્ડ ટ્રેડ ટાવર સાથે અથડાવી દીધા. આશરે અઢી કલાકમાં અમેરિકામાં વિવિધ સ્થળે થયેલા અનેક આતંકવાદી હુમલાથી માત્ર વોશિંગ્ટન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ હચમચી ગયું હતું.

વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ત્રણે માળો સંપૂર્ણપને ધરાશાયી થઈ ગયા હતા. અમેરિકા પર થયેલા આ સૌથી મોટા આતંકવાદી હુમલામાં લગભગ 3000 લોકો માર્યા ગયા હતા. 

અમેરિકામાં 9/11 આતંકવાદી હુમલા સાથે સબંધિત મોટા ફેક્ટ

- આ હુમલાનો માસ્ટર માઇન્ડ અલકાયદાનો ચીફ ઓસામા બિન લાદેન હતો.

- 11 સપ્ટેમ્બર 2001ના રોજ 19 આતંકવાદીઓએ અમેરિકાના 4 પેસેન્જર વિમાનને હાઇજેક કર્યા હતા. 

- ચોંકાવનારી વાત એ છે કે, હુમલો કરનારા આતંકવાદીઓએ અમેરિકામાં રહીને જ ઘણા વર્ષો સુધી ટ્રેનિંગ લીધી હતી.

- આ તમામ આતંકવાદીઓ ટુરિસ્ટ, સ્ટુડન્ટ અને બિઝનેસ વિઝા પર અમેરિકામાં એન્ટર થયા હતા.

- વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે બે વિમાનોની ટક્કર કરાવવામાં આવી હતી. ત્યારે બિલ્ડિંગમાં 17,400 લોકો હાજર હતા. 

- વર્લ્ડ ટ્રેડ સેન્ટરની એ બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ ગઈ હતી જેમાં કોઈ પણ વિમાનની ટક્કર નહોતી થઈ. આ બિલ્ડિંગ ધરાશાયી થવાનું રહસ્ય આજ સુધી કોઈ નથી જાણી શક્યું.

- આતંકવાદીઓ વ્હાઇટ હાઉસને પણ એક અન્ય વિમાનની ટક્કરથી ઉડાવી દેવાના હતા, પરંતુ તે વિમાન પેન્સિલવેનિયામાં ક્રેશ થઈ ગયું હતું. 

- એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વિમાનના મુસાફરોનું આતંકવાદીઓ સાથે ઘર્ષણ થઈ ગયું હતું, જેના કારણે તે ક્રેશ થયું હતું, નહીંતર અમેરિકન રાજધાની અથવા વ્હાઇટ હાઉસ પર મોટો હુમલો કરવાની યોજના હતી. પરંતુ વિમાન ક્રેશ થવાનું સચોટ કારણ આજ સુધી નથી જાણી શકાયું. માત્ર અનુમાન લગાવવામાં આવ્યું છે કે, મુસાફરો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું હશે. તમામ યાત્રીઓ પણ માર્યા ગયા હતા. 

- આતંકવાદીઓએ વિમાન હાઇજેક કર્યા બાદ યાત્રીઓ પર ચીલી પાઉડર સ્પ્રેનો પણ ઉપયોગ કર્યો હતો.


Google NewsGoogle News