Get The App

૨૦૨૨માં જળવાયુ પરિવર્તનથી ભારતના જીડીપીને ૮ ટકા નુકસાન. ડેલાવેયર યુનિવર્સિટીના અહેવાલમાં ખુલાસો

હાઉ કલાયમેટ ચેંજ ઇઝ ઇમ્પેકિટંગ આઉટપૂટ એન્ડ કેપિટલનો રિપોર્ટ

પાયાના આંતરમાળખા પર જળવાયુ પરિવર્તનનો વિપરિત પ્રભાવ

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
૨૦૨૨માં જળવાયુ પરિવર્તનથી ભારતના જીડીપીને  ૮ ટકા નુકસાન. ડેલાવેયર યુનિવર્સિટીના અહેવાલમાં ખુલાસો 1 - image


ન્યૂયોર્ક,૧ ડિસેમ્બર,૨૦૨૩,શુક્રવાર 

જળવાયુ પરિવર્તનના લીધે કયાં દુષ્કાળ કયાંક અતિ પૂર કે કયાંક આગની ઘટનાઓનો સામનો કરવો પડી રહયો છે. દુનિયાના દરેક દેશના જીડીપી પર જળવાયુ પરિવર્તનનો માર પડી રહયો છે. ભારતની વાત કરીએ તો ડેલાવેયર યુનિવર્સિટીના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે ૨૦૨૨માં ભારતને જળવાયુ પરિવર્તનથી સકલ ઘરેલું ઉત્પાદનમાં ૮ ટકા જેટલું નુકસાન સહન કરવું પડયું છે. આ ખુલાસો લોસ એન્ડ ડેમેજ ટુડે- હાઉ કલાયમેટ ચેંજ ઇઝ ઇમ્પેકિટંગ આઉટપૂટ એન્ડ કેપિટલમાં થયો છે. નુકસાનનો આ આંકડો દેશના જીડીપી ૨૦૨૨માં સરેરાશ વૃધ્ધિ કરતા પણ ૧ ટકા વધારે છે.

 ભારતને જીડીપીમાં સાત ટકાનો વધારો થયો હતો જે જળવાયુ પરિવર્તનની ઘટનાઓ સહન કરવાની ના આવી હોતતો જીડીપીમાં ૮ ટકાનો વધારો નોંધાયો હોત.એટલું જ નહી રિપોર્ટમાં એવો પણ ખુલાસો કર્યો છે કે ૨૦૨૨ સુધી ભારતની કેપિટલ વેલ્થ (પુંજી સંપદા) માં ૭.૯ ટકાનો ઘટાડો થયો છે. કેપિટલ વેલ્થમાં ઘટાડાનું કારણ માનવ નિર્મિત કેપિટલ જેમકે પાયાના આંતરમાળખા પર જળવાયુ પરિવર્તનનો વિપરિત પ્રભાવ છે. જો કે અહેવાલમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે દેશની રિન્યૂએબલ કેપિટલ પર થતી અસરની રીતે જોઇએ તો લગભગ તટસ્થ છે.

 તાપમાનમાં વધારો થાય છે તેની સીધી અસર જીડીપીના વિકાસમાં થતા ઘટાડા સ્વરુપે દેખાય છે. રિપોર્ટ અનુસાર છેલ્લા ત્રણ દાયકામાં રિયો કન્વેંશન પછી પૂંજી અને સંસાધનો પર પડતા પ્રભાવની ગણતરી માંડવામાં આવતા કુલ આર્થિક નુકસાન ૨૯૬.૧ લાખ કરોડ રુપિયાનું થયું છે. જો કે એવું નથી કે આ નુકસાન માત્ર ભારત ને જ થયું છે. વિશ્વની વિશાળ અર્થ વ્યવસ્થાઓ પણ ભોગ બનતી રહે છે પરંતુજળવાયું પરિવર્તનનું વધારે સહન વિકાસશીલ દેશોએ કરવું પડે છે.


Google NewsGoogle News