પાકિસ્તાનમાં સેનાની છાવણી પર હુમલો, 10 આતંકવાદી ઠાર, આઠ સૈનિકોએ પણ ગુમાવ્યો જીવ

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં સેનાની છાવણી પર હુમલો, 10 આતંકવાદી ઠાર, આઠ સૈનિકોએ પણ ગુમાવ્યો જીવ 1 - image


Terror Attack On Bannu Military Base in Pakistan : પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં પાકિસ્તાન આર્મી અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 10 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ અથડામણમાં 10 સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાની સેનાએ મંગળવારે કહ્યું કે, અશાંત ખૈપર પખ્તૂનખ્વા પ્રાંતમાં સેનાની છાવણી પર 10 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.


આતંકીઓએ વિસ્ફોટક ભરેલું વાહન છાવણીની દિવાલ સાથે અથડાવ્યું

સેનાએ કહ્યું કે, 10 આતંકવાદીઓએ બન્નૂ છાવણીમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સેનાએ જવાબી કાર્યવાહીમાં 10 આતંકીને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. આતંકવાદીઓએ વિસ્ફોટક ભરેલું વાહન સેનાની છાવણીની દિવાલ સાથે અથડાવ્યું હતું, જેમાં દિવાલનો એક ભાગ ધરાશાઈ થયો છે અને આસપાસ પણ નુકસાન થયું છે.

આ પણ વાંચો : ઓમાનમાં મસ્જિદ પાસે આડેધડ ફાયરિંગ, એક ભારતીય સહિત છ લોકોના મોત, 30ને ઈજા

આઠ સૈનિકોએ ગુમાવ્યો જીવ

સેનાના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના આઠ જવાનોએ પણ જીવ ગુમાવ્યો છે. જોકે સુરક્ષા દળોએ સમયસર કાર્યવાહી કરી મોટી ઘટના બનથી અટકાવી દીધી છે. આ કારણે ઘણાં નિર્દોષોનો જીવ બચ્યો છે.

પાક. આર્મીએ અફઘાનિસ્તાન સામે ચિંધિ આંગળી

પાકિસ્તાની સેનાએ કહ્યું કે, આતંકવાદીઓ હાફિજ ગુલ બહાદુર જૂથના હતા. આ જૂથ અફઘાનિસ્તાન (Afghanistan)થી ઓપરેટ થાય છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનથી આવતા આતંકવાદીઓ અંગે ચિંતા વ્યક્ત કરી આ મુદ્દો અફઘાનિ સરકાર સામે ઉઠાવ્યો છે. પાકિસ્તાને અફઘાન સરકારને કહ્યું છે કે, તેઓ આતંકવાદીઓને અટકાવી તેમની સામે કડક કાર્યવાહી કરે.

આ પણ વાંચો : શું ટ્રમ્પ પર ગોળીબાર કરનાર 20 વર્ષનો મેથ્યુ કુકસ રિપબ્લીકન પાર્ટીનો મતદાર હતો ?


Google NewsGoogle News