હિરોશીમા પર ફેંકાયેલા અણુબોંબની ઘટનાને 79 વર્ષ, 109 દેશોના પ્રતિનિધિઓની શાંતિ સભા
6 ઓગસ્ટ 1945 સવારે 8.15નો સમય મોતનો પૈગામ લઇને આવેલો
હિરોશીમામાં 3.40 લાખ કરતા પણ વધુ લોકોના મોત થયા હતા
ટોક્યો,6 ઓગસ્ટ,2024,મંગળવાર
હિરોશિમા શહેર પર અમેરિકાના વિનાશકારી અણુબોંબ હુમલાને 79 વર્ષ પુરા થતા શહેરના શાંતિ સ્મારક ઉધાનમાં પીડિતોની યાદમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાપાનના વડાપ્રધાન કિશિદા ફૂમિઓ સહિત અમેરિકા તથા બ્રિટન જેવા પરમાણુ શકિત સમ્પન દેશો સહિત 109 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સ્મારકની અંદર અણુબોંબથી પીડિતોની યાદી તૈયાર રાખવામાં આવી છે.
યાદીમાં બોંબમારાના એક વર્ષ દરમિયાન રિબાઇને મુત્યુ પામેલા લોકોના નામનો પણ સમાવેશ થાય છે. યાદીમાં નામોની કુલ સંખ્યા 340000 લાખ કરતા પણ વધારે છે. હિરોશીમા સવારે 8.15 વાગે મૌન પ્રાર્થના રાખવામાં આવી હતી. 1945માં ઠીક આજ સમયે અણુબોંબ ફેંકવામાં આવ્યો હતો. પરમાણુ હથિયારો તૈયાર કરવાની દુનિયામાં હોડ જામી છે. યુક્રેન રશિયા યુધ્ધમાં અણુબોંબનો ઉપયોગ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આના અણુ અશાંતિના માહોલ વચ્ચે હિરોશીમાની ત્રાસદીને યાદ કરવામાં આવી હતી.
હિરોશિમામાં ફેકાયેલા અણુંબોંબનું નામ લિટલ બોય કેમ હતું ?
અણુ બોંબ વિસ્ફોટ થવાથી હિરોશિમા શહેર આગની જવાળાઓમાં લપેટાઇ ગયું હતું. સતત ત્રણ દિવસ સુધી આગ સાથેના ધૂમાડાના ગોટેગોટાએ આકાશને ઘેરી લીધું હતું. 70 થી 80 હજાર લોકો તો તાત્કાલિક જ મુત્યું પામ્યા હતા. બાકીના આગની ગરમીમાં શેકાઇને અને પરમાણું વિકિરણોથી ભયાનક મોતને ભેટયા હતા.
હિરોશિમામાં થયેલા વિસ્ફોટમાં કુલ 1 લાખ 35 હાજર લોકો માર્યા ગયા હતા. આજે પણ જાપાનનું આ શહેર 79 વર્ષ પછી પણ કરૃણ વિભિષિકાને ભૂલ્યું નથી.આ બોંબનું નામ લિટલ બોય હતું જે અમેરિકાના રાષ્ટ્રપતિ રૃઝવેલ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું. 6 ઓગસ્ટ 1945ના રોજ આ બોંબ ફેકાયો ત્યારે હિરોશિમામાં સવારેના 8.15 વાગ્યા હતા જે લાખો શહેરીજનો માટે છેલ્લી સવાર બની હતી.