યુક્રેને હુમલો કરતા રશિયાના ૭૬૦૦૦થી વધુ લોકોએ ઘર છોડવું પડયું,
યુક્રેની સેના બખ્તરબંધ ગાડીઓ સાથે અંદાજે ૩૦ કિમી અંદર ઘૂસી હતી
૧૦ કિમી અંદર આવેલા સુરજા શહેરમાં વીજળી ઝડપે પ્રવેશ કર્યો હતો.
મોસ્કો,૧૨ ઓગસ્ટ,૨૦૨૪,સોમવાર
રશિયા એક મહાસત્તા જેની સરખામણી અમેરિકા સાથે થાય છે પરંતુ પાડોશી દેશ યુક્રેન સાથે યુધ્ધ રશિયાને મોંઘુ પડી રહયું છે. સોવિયત સંઘના સમયમાં અમેરિકા અને રશિયા વચ્ચે ૪૦ વર્ષ સુધી કૉલ્ડવૉર ચાલ્યું પરંતુ કયારેય એક બીજા પર હુમલો કરી શકયા ન હતા. છેલ્લા ૭૦ વર્ષમાં રશિયા પર હુમલો કરનારા યુક્રેન પહેલો દેશ છે. યુક્રેને રશિયાના કુર્સ્ક સીમા ક્ષેત્રમાં આવેલા શહેર પર હુમલો કર્યા પછી પરિસ્થિતિ ખૂબજ તણાવપૂર્ણ છે.
કુર્સ્ક આસપાસના ક્ષેત્રમાં રશિયાનું સૈન્ય એક સપ્તાહથી ભીષણ લડાઇ લડી રહયું છે. ઇમરજન્સીની સ્થિતિમાં કુર્સ્ક વિસ્તારમાંથી ૭૬૦૦૦થી વધુ લોકોએ પોતાનું ઘર છોડી દીધું છે. ૬ ઓગસ્ટના રોજ યુક્રેની સેના પોતાની આવી હતી. યુક્રેની સેનાએ સરહદ પર ૧૦ કિમી અંદર આવેલા સુરજા શહેરમાં વીજળી ઝડપે પ્રવેશ કર્યો હતો. કથિત રીતે હજુ પણ શહેરના પશ્ચિમ ભાગ પર યુક્રેનનો કબ્જો છે.
આ એક મહત્વનું પ્રાકૃતિક ગેસ પારગમન સ્ટેશન છે. યુક્રેનો ઉદ્શ આ ક્ષેત્ર પર નિયંત્રણ મેળવવાનો છે કે પછી છાપો મારીને વર્ચસ્વ બતાવવાનો છે તે હજુ સાબીત થઇ શકયું નથી. કુર્સ્કના ક્ષેત્રીય ગર્વનર એલેકસી સ્મિરનોવના જણાવ્યા અનુસાર રશિયાની વાયુરક્ષા પ્રણાલીએ એક યુક્રેની મિસાઇલને તોડી પાડી હતી. એક આવાસ ભવન પર મિસાઇલ પડતા ૧૩ લોકો ઘાયલ થયા હતા. યુક્રેનનો બદલો લેવા રશિયાએ પણ યુક્રેનના કીવ પર હુમલા તેજ કર્યા છે. રવીવારે ડ્રોન અને મિસાઇલ હુમલામાં ૪ વર્ષના બાળક સહિત ૨ લોકોના મોત થયા હતા.