Get The App

અમેરિકાના શિકાગો નજીક 7 લોકોની ગોળી મારીને હત્યા, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

મૃતકો એક જ પરિવારના હોવાનું માનવામાં આવી રહ્યું છે

શંકાસ્પદની ઓળખ 23 વર્ષીય રોમિયો નાન્સ તરીકે થઈ

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
અમેરિકાના શિકાગો નજીક 7 લોકોની ગોળી મારીને હત્યા, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી 1 - image


Seven people shot dead in Chicago : અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમેરિકાના શિકાગો નજીક બે જગ્યાએ સાત લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

શિકાગો નજીક સ્થિત જોલિએટ આ ઘટના બની

અમેરિકાના શિકાગો (Chicago)માં બે જગ્યાએ સાત લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકો એક જ પરિવારના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના ઈલિનોઈસ રાજ્ય (state of Illinois)માં શિકાગો નજીક સ્થિત જોલિએટ (Joliette)માં બની હતી. સોમવારે પોલીસે જણાવ્યું હતું કે બે ઘરની અંદર સાત લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. હાલ પોલીસ હુમલાખોરને શોધી રહ્યી છે.

'મૃતકો એક જ પરિવારના હોવાની શક્યતા'

આ ઘટના અંગે વિગતે સ્થાનિક પોલીસે વિગતે જણાવતા કહ્યું કે 'અમને હજુ સુધી ગોળીબાર કરવાના કારણ વિશે કોઈ માહિતી મળી નથી, પરંતુ એવી સંભાવના છે કે પીડિતો એક જ પરિવારના સભ્યો હતા. આ મામલે જોલિએટ પોલીસ ચીફ વિલિયમ ઈવાન્સે જણાવ્યું કે સ્થાનિક શેરિફના ડેપ્યુટીઓ અને એફબીઆઈની ટીમોની આ ઘટનામાં મદદ લેવામાં આવી છે. સર્ચ ઓપરેશન ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત અધિકારીએ કહ્યું હતું કે શંકાસ્પદની ઓળખ 23 વર્ષીય રોમિયો નાન્સ તરીકે થઈ હતી.

અમેરિકાના શિકાગો નજીક 7 લોકોની ગોળી મારીને હત્યા, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી 2 - image


Google NewsGoogle News