દ.પેસિફિકમાં વનાઉઝ દ્વિપ સમુહમાં 7.2નો ભૂકંપ
- પહેલા સુનામીની ચેતવણી અપાઈ, પછીથી પાછી ખેંચવામાં આવી
- ધરતીકંપથી 14નાં મૃત્યુ : મૃત્યુ આંક વધવાની આશંકા : અનેકને ઇજાઓ : એક કૂતરો ફંગોળાઈ ફેંકાઈ ગયો
પોર્ટવિલા : દક્ષિણ પેસિફિકનાં વનુઆઝ દ્વિપ સમુહમાં બુધવારે સવારે ૭.૩નો ભારે ભૂકંપ થયો હતો. પરંતુ તે ભૂકંપને પરિણામે સુનામી જાગ્યા ન હતા. જો કે પહેલા તે માટે ચેતવણી અપાઇ હતી, જે પછીથી પાછી ખેંચવામાં આવી હતી.
આ ભૂકંપ અંગે સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે, ભૂકંપને લીધે હજી સુધીમાં ૧૪ના મૃત્યુ નોંધાયા છે. પરંતુ મૃત્યુ આંક વધવાની આશંકા પૂરે પૂરી છે. તેટલું જ નહીં પરંતુ અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમનો પણ આંક ઘણો ઊંચો જવાની ભીતિ રહેલી છે. મંગળવારે મોડી રાત્રે અને બુધવારે વહેલી સવારે લાગેલા આ પ્રબળ ભૂકંપને લીધે લોકો ગભરાઈ ગયા હતા. કેટલાયે લોકો મલબા નીચે દટાયેલા હતા. તેઓની બચાવો બચાવો ની ચીસો હૃદય દ્રાવક બની રહી હતી. જો કે ભૂકંપ પછી બચાવ અને રાહતકાર્ય તુર્ત જ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ભૂવૈજ્ઞાનિકો કહે છે કે, આ ધરતીકંપ છેક ૭૫ કિ.મી. ઉંડાઈએ શરૂ થયો છે. અને તે પાટનગર પોર્ટ વિલાથી ૩૦ કિ.મી. દૂર તેનું કેન્દ્ર બિંદુ હતું.
આ ધરતીકંપ પછી આફટર શોક્સ પણ લાંબા સમય સુધી આવ્યા હતા તેથી લોકોમાં દહેશત વ્યાપી રહી હતી.
આટલા વિનાશ વચ્ચે એક જરા રમુજી વાત તે હતી કે આ ભૂંકપને લીધે ગેરેજમાં કામ કરતો એક નાગરિક તો ફંગોળાઈ ગયો કૂતરૃં પણ ફંગોળાઈ ગયું હતું.