મધ્ય પેરૂના સમુદ્ર તટે 7.2નો ધરતીકંપ, સુનામી વોર્નિંગ હતી પરંતુ પછી પાછી ખેંચાઇ

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
મધ્ય પેરૂના સમુદ્ર તટે 7.2નો ધરતીકંપ, સુનામી વોર્નિંગ હતી પરંતુ પછી પાછી ખેંચાઇ 1 - image


- આ ધરતીકંપ એન્ટીક્વિયા જિલ્લાથી 5.5 માઇલ દૂર થયો હતો  પેરૂ પ્રશાંત મહાસાગર ફરતી રિંગ ઓફ ફાયરમાં રહેલું છે

લીમા : આજે શુક્રવારે દક્ષિણ અમેરિકાના પેરૂમાં ૭.૨ની તીવ્રતાનો ધરતીકંપ થયો હતો. આ માહિતી આપતાં યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સર્વે જણાવે છે કે, પ્રમાણમાં પ્રબળ કહી શકાય તેવો ધરતીકંપ થયો હોવા છતાં સુનામીની કોઇ ભીતિ રહી ન હતી. જો કે, આજે સવારે આ ધરતીકંપ થયો ત્યારે એમ લાગતું હતું કે, કદાચ તેને લીધે સુનામી જાગશે પરંતુ સદ્ભાગ્યે તેમ નથી થયું. તેથી પહેલા જાહેર કરાયેલી સુનામીની ચેતવણી પાછી ખેંચવામાં આવી હતી. આ ચેતવણી પહેલા પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જ પહેલા સુનામીની ચેતવણી આપી હતી.

આશરે ૩ કરોડ ૩૦ લાખની વસતી ધરાવતું પેરૂ બહુચર્ચિત પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવેલું છે. પેસિફિક મહાસાગરના પૂર્વ અને પશ્ચિમ તટ ઉપર ઠેર ઠેર જ્વાળામુખીઓ આવ્યા છે તેથી આ નામ આપવામાં આવ્યું છે. જો કે દર વર્ષે પેરૂમાં નાના મોટા ધરતીકંપો થયા જ કરે છે જે પૈકી કેટલાક ભૂકંપો એટલા મંદ હોય છે કે તેથી જનસામાન્યને ખબર પણ પડતી નથી પરંતુ મોટાભાગના ધરતીકંપો મકાનોને હલાવી નાખે તેવા હોય છે. જો કે, આ ધરતીકંપને લીધે હજી સુધી જાન-માલને નુકસાન થયું હોવાના કોઇ સમાચારો નથી.


Google NewsGoogle News