સુવરની કિડનીથી 62 વર્ષનો દર્દી 60 દિવસ જીવ્યો, એનિમલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રયોગે આશા જગાડી
મૃતકને ટાઇપ -૨ ડાયાબિટિઝ અને હાઇપર ટેન્શન પીડાતો હતો
ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ માટેનો ઐતિહાસિક પ્રયોગ હતો
બોસ્ટન, 14 મે, 2024,મંગળવાર
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના અભાવે દર વર્ષે લાખો લોકોના મુત્યુ થાય છે. કિડની અને લિવર જેવા ઓર્ગેન કામ કરતા બંધ થાય ત્યારે ડોનર્સ મળતા નથી. સંશોધકો કેટલાક વર્ષોથી પ્રાણીઓના લિવર-કિડની જેવા અંગને ટ્રાન્સપ્લાન્ટ કરીને જીવન બચાવવાના પ્રયોગ કરતા હતા.
ગત માર્ચ મહિનામાં અમેરિકાના રિક સ્લેમન નામના 62 વર્ષના દર્દીના શરીરમાં ૪ કલાકના ઓપરેશન પછી સુવરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટની દિશામાં આ ખૂબજ મહત્વની સિદ્દિ હતી. જેનેટિક મોડિફિકેશનની મદદથી કિડની માણસના શરીરમાં કામ આવે તેવી બનાવવામાં આવી હતી. સ્લેમનના કિસ્સામાં મળેલી સફળતાએ દુનિયા ભરના લાખો દર્દીઓમાં આશાનું કિરણ ફેલાવ્યું હતું.
આ ઐતિહાસિક સફળતાના 60 દિવસ પછી રિક સ્લેમનનું અવસાન થતા એનિમલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટને મોટો ધકકો લાગ્યો છે. અમેરિકાના બોસ્ટનમાં મેસાચુસેટ્સ જનરલ હોસ્પિટલના જણાવ્યા અનુસાર જીન્સમાં પરિવર્તન કર્યા પછી તૈયાર કરાયેલી સૂવરની કિડની ધરાવતા દર્દીનું અચાનક જ મોત થયું હતું.
જો કે છેલ્લા કેટલાક સપ્તાહ પહેલા ટ્રાન્સપ્લાન્ટના કારણે મોત થયું કે અન્ય કારણ જવાબદાર છે જેની તપાસ ચાલી રહી છે. સ્લેમન ટાઇપ -2 ડાયાબિટિઝ અને હાઇપર ટેન્શન ધરાવતા હતા. વર્ષ 2018માં કિડનીનું પ્રર્ત્યારોપણ કરવામાં આવ્યું હતું પરંતુ પાંચ વર્ષ પછી કિડનીએ અચાનક જ કામ કરવાનું બંધ કરી દેતા ફરી કિડનીની જરુરિયાત ઉભી થઇ હતી.
બોસ્ટન હોસ્પિટલમાં 1400 લોકો કિડનીના રોગથી પીડાતા હોવાથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયા હતા. આથી જાનવરોના કિડની જેવા અંગો માણસના શરીરમાં પ્રત્યાર્પિત કરી શકાય તે દિશામાં પ્રયોગ ચાલતો હતો. સ્લેમન જાણતા હતા કે આ એક પ્રયોગ છે જેમાં નિષ્ફળતા મળી શકે છે તેમ છતાં તે તૈયાર થયા હતા આથી તેમનું જીવન માનવીઓ માટે પ્રેરણારુપ હતું.
2022માં સુવરનું હ્વદય માણસમાં બેસાડવામાં આવ્યું હતું
જાનવરોના અંગોને માણસના શરીરમાં પ્રત્યાર્રોપણ કરવાનો પ્રથમ પ્રયોગ 2022માં થયો હતો. મેરિલેન્ડમાં એક વ્યકિતને સુઅરનું હ્વદય લગાવવામાં આવ્યું હતું. સુવરના હ્વદય બેસાડયાના બે મહિના પછી વ્યકિતનું મુત્યુ થયું હતું. સુવરના હ્વદયને પણ જીનેટિકલી મોડિફાઇડ કરવામાં આવ્યું હતું. જિનેટિકલી ફેરફારો કરવાથી માણસની ઇમ્યૂન સિસ્ટમ અંગ પર હુમલો કરવાના સ્થાને સ્વીકારી લે છે.