Get The App

ઇઝરાયેલ - લેબનોન સરહદે 600 ભારતીયો સૈનિકો તૈનાત, વધારી રહયા છે દેશનું ગૌરવ

ભારતના સૈનિકો યુએનની પીસ કીપિંગ આર્મી હેઠળ ફરજ પર છે

120 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ પર વિવિધ દેશોના 10 હજારથી વધુ સૈનિકો છે

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
ઇઝરાયેલ - લેબનોન સરહદે 600 ભારતીયો  સૈનિકો તૈનાત, વધારી રહયા છે  દેશનું ગૌરવ 1 - image

 

નવી દિલ્હી,3 ઓકટોબર,2024,ગુરુવાર 

ઇઝરાયેલે લેબેનોનમાં આતંકી સંગઠન હિજબુલ્લાહનો પ્રભાવ ધરાવતા સ્થળોએ લિમિટેડ ગ્રાઉન્ડ ઓપરેશન શરુ કર્યુ છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સની કાર્યવાહી પછી 30 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયેલની સેના લેબનોન સરહદની અંદર ઘૂસી છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સના સોશિયલ મીડિયામાં મળતી જાણકારી મુજબ ઇઝરાયેલ અને લેબનોન પર અંદાજે 120 કિમી દૂર બ્લૂ લાઇન પર 600  જેટલા ભારતીય સૈનિકો તૈનાત છે. જો કે આ સૈનિકો ઇઝરાયેલ કે લેબનોન નહી પરંતુ સંયુકત રાષ્ટ્ર શાંતિ મિશન હેઠળ ફરજ બજાવી રહયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ભારતીય સૈનિકોને એકતરફી બોલાવી શકાય નહી. જો કે ભારત માટે સૈનિકોની સુરક્ષા સર્વોપરી છે. 11 માર્ચ 1978ના રોજ પેલેસ્ટાઇની લિબરેશન આર્મી (પીએલએ)એ ઇઝરાયેલ પર હુમલો કરીને 37 નાગરિકોને મારી નાખ્યા હતા. લેબનોનની સરહદ નજીકના વિસ્તારમાં આ હુમલો થતા ઇઝરાયેલે વળતો જવાબ આપવા પેલેસ્ટાઇનના ગાજાપટ્ટી અને વેસ્ટબેંક નહી પરંતુ લેબનોન પર કર્યો. લેબેનોનના દક્ષિણ ભાગમાં લીતાની નામની નદીની નજીક પીએલએના થાણા હતા. ઇઝરાયેલે લેબેનોનના સમગ્ર દક્ષિણ ભાગ પર કબ્જો કરી લીધો હતો.

ઇઝરાયેલ - લેબનોન સરહદે 600 ભારતીયો  સૈનિકો તૈનાત, વધારી રહયા છે  દેશનું ગૌરવ 2 - image

 15 માર્ચના રોજ લેબનોન પર ઇઝરાયેલના હુમલાની ફરિયાદ યુનાઇટેડ નેશનલની જનરલ કાઉન્સીલમાં કરવામાં આવી. લેબેનોને સ્પષ્ટતા કરી કે અમારે પીએલએ સાથે કોઇ લેવા દેવા નથી. 19 માર્ચના રોજ એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો જેમાં ઇઝરાયેલને પોતાનું સૈન્ય  લેબનોનમાંથી પાછુ ખેંચી લેવા આદેશ અપાયો.યુદ્ધ અટકાવી દે, ઇઝરાયેલ માનવાની ના પાડી દીધી. છેક વર્ષ 2000માં લેબેનોનમાંથી સૈન્ય પાછું ખેંચ્યું હતું. આટલા લાંબા સમય સુધી ઘુસણખોરી ચાલી એટલે ઇઝરાયેલના દક્ષિણ હિસ્સાની બાઉન્ડી બ્લર થઇ ગઇ હતી. સીમા વિવાદ ફરી શરુ થયો ત્યારે ફરી બાઉન્ડી ખેંચવામાં આવી.

ઇઝરાયેલ - લેબનોન સરહદે 600 ભારતીયો  સૈનિકો તૈનાત, વધારી રહયા છે  દેશનું ગૌરવ 3 - image

યુએન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ કરતા અલગ એક રેખા ખેંચવામાં આવી જેને બ્લુ લાઇન નામ આપવામાં આવ્યું હતું. એક યુધ્ધ શાંતિ લાઇને જેની લંબાઇ 120 કિમી છે. અહીં ભારતીય સૈનાના જવાનો યુએનની પીસ કીપિંગ ફોર્સ અંર્તગત ફરજ બજાવી રહયા છે. 1978માં યુએને ઇઝરાયેલમાંથી સૈન્ય પાછું ખેંચવાની ના પાડી ત્યારે પીસકીપિંગ ફોર્સની એક યૂનિટ બેસાડવામાં આવી હતી જે આજે પણ કાયમ છે. જેને યુએન ઇન્ટ્રીમ ફોર્શ ઇન લેબનોન કહેવામાં આવે છે જેમાં ભારતના 600  જવાનો છે,

ઇઝરાયેલ - લેબનોન સરહદે 600 ભારતીયો  સૈનિકો તૈનાત, વધારી રહયા છે  દેશનું ગૌરવ 4 - image

ભારત ઉપરાંત ઇટાલી, ફ્રાંસ, સ્પેન, તુર્કી,ચીન અને ઘાના જેવા દેશોના મળીને કુલ 10 હજારથી વધુ જવાનો તૈનાત છે. યુએન કિપિંગ ફોર્સના જવાનો સાથે મળીને કામ કરે છે. આ સૈનિકો જો ફ્રન્ટ પરથી હટી જાયતો હિજબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે વ્યાપક હિંસા ફેલાઇ શકે છે. આથી યુએનનું શાંતિ સૈન્ય મોરચે હોય તે જરુરી છે. આ ફોર્સ કોઇ પણનો પક્ષ લેતી નથી તે માત્ર આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે ફરજ બજાવે છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોનું રક્ષણ કરવાનો પણ અધિકાર મળેલા છે. પીસકીપિંગ ફોર્સ પર હુમલો કરવોએ વૉર ક્રાઇમ ગણવામાં આવે છે.  



Google NewsGoogle News