VIDEO: 60 વર્ષની એલેજાંદ્રાએ મિસ યુનિવર્સનો તાજ જીતી ઈતિહાસ રચ્યો, કહ્યું- ‘ઉંમર માત્ર એક સંખ્યા’
Miss Universe : અર્જેન્ટીનાની 60 વર્ષિય એલેજાંદ્રા મારિસા રોડ્રિગ્જે (Alejandra Marisa Rodríguez) મિસ યુનિવર્સિટી-2024નો તાજ જીતીને સૌને ચોંકાવી દીધા છે અને સાબિત કરી બતાવ્યું છે કે, સપનાં પુરા કરવા માટે કોઈ ઉંમર હોતી નથી. સ્પર્ધામાં 18થી 73 વર્ષની 34 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં એલેજાંડ્રાએ 60 વર્ષની ઉંમરે આ કારનામું કરી બતાવ્યું છે.
એલેજાંડ્રા કોણ છે?
અર્જેન્ટીના (Argentina)ના લા પ્લાટામાં રહેલી એલેજાંદ્રા મારિસા રોડ્રિગ્જ એક વકીલ અને પત્રકાર તરીકે પણ જાણીતી છે. તેણે કાયદાકીય ડિગ્રી મેળવી તે પહેલા પત્રકાર ક્ષેત્રે પોતાનું કેરિયર બનાવ્યું હતું. તેણે એક ટીવી નેટવર્કમાં પણ કામ કર્યું હતું. ત્યારબાદ એક હોસ્પિટલમાં તે લીગલ એડવાઈઝર પણ બની હતી.
મિસ યુનિવર્સ જીતનારી પ્રથમ સૌથી વૃદ્ધ મહિલા
60 વર્ષન ઉંમરે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી મારિસાએ ઈતિહાસ રચ્યો છે. આટલી ઉંમરે ખિતાબ જીતનાર તે વિશ્વની પ્રથમ મહિલા બની ગઈ છે. મારિસા અન્ય મહિલાઓ માટે એક રોલ મોડલ બની ગઈ છે.
21 એપ્રિલે યોજાઈ સ્પર્ધા
અર્જેન્ટીનાના લા પ્લાટાના કોરિગિડોર હોટલમાં 21મી એપ્રિલે મિસ યુનિવર્સ બ્યૂનસ આયર્સ-2024 (Miss Universe Buenos Aires 2024) સ્પર્ધા યોજાઈ હતી. મારિસાએ સ્પર્ધામાં 30થી વધુ સ્પર્ધકોને પછાડી ખિતાબ જીત્યો છે. સૌથી મોટી સફળતા હાંસલ કર્યા બાદ મારિસાએ કહ્યું કે, સૌદર્ય સ્પર્ધામાં નવો કિર્દીમાન સ્થાપી હું ખૂબ ખુશી અનુભવું છું.