Get The App

નશીલા ડ્રગ્સના વ્યસનીઓને હ્વદય હુમલા અને સ્ટ્રોકનો ખતરો ૬૦ ટકા વધુ, ચોંકાવનારું સંશોધન

સંશોધન માટે ૬૦ હજાર લોકોના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો

આ અંગેનો સ્ટડી ૨૦૧૨ અને ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન થયો હતો

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
નશીલા ડ્રગ્સના વ્યસનીઓને હ્વદય હુમલા અને  સ્ટ્રોકનો ખતરો ૬૦ ટકા વધુ, ચોંકાવનારું સંશોધન 1 - image


ન્યૂયોર્ક પોસ્ટ, ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૩,શુક્રવાર 

ધ ન્યૂયોર્ક પોસ્ટમાં એક જર્નલમાં પ્રકાશિત અહેવાલના આધારે જણાવાયું છે કે ગાંજા પ્રકારના નશાનું વ્યસન ધરાવનારાને હ્વદય રોગ અને સ્ટ્રોકના હુમલાનું જોખમ ૬૦ ટકા જેટલું વધારે રહે છે. આ અંગેના સ્ટડીમાં વિવિધ પ્રકારના વ્યસનની લત સામે ઝઝુમી રહેલા કેનેડિયન લોકોની સરખામણી વ્યસન નહી ધરાવનારાના હ્વદય સાથે કરવામાં આવી હતી. સંશોધન માટે ૬૦ હજાર લોકોના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

નશીલા ડ્રગ્સના વ્યસનીઓને હ્વદય હુમલા અને  સ્ટ્રોકનો ખતરો ૬૦ ટકા વધુ, ચોંકાવનારું સંશોધન 2 - image

૮ વર્ષ સુધીના સંશોધન દરમિયાન આદત અને તેની ગંભીર અસરો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. જો કે મુખ્ય સંશોધક લેખકે એવો ખુલાસો પણ કર્યો હતો કે કનેડાઇ વ્યસનીઓના ડેટામાં અમને જાણવા મળ્યું હતું કે હ્વદય અને સ્ટ્રોકનું જોખમ સામાન્ય કરતા બમણું રહે છે પરંતુ આ બધાને લાગુ પડતું હશે એવો દાવો કરતા નથી. આ અંગેનો સ્ટડી ૨૦૧૨ અને ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન થયો હતો. સામાન્ય રીતે શરુઆતમાં કોઇ જ તકલીફ જણાતી ન હોવાથી  કે ડોકટર પાસે નહી જવાથી સ્વસ્થ માનવામાં આવતા હતા પરંતુ વ્યસનીઓમાં ધીમે ધીમે જોખમોમાં વધારો થયો હતો. અગાઉ અમેરિકાની કોલેજ ઓફ કાર્ડિયોલોજીના સંશોધનમાં પણ મારિજુઆનાનો ઉપયોગ કરનારાને કોરોની ધમની રોગની શકયતા વધારે હોવાનું જણાયું હતું. 


Google NewsGoogle News