Get The App

જાપાનમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
Japan Earthquake


Japan Earthquake: જાપાનના ક્યૂશુ ટાપુ પર ભૂકંપના જોરદાર આંચકા આવતા લોકોમાં ભારે ફફડાટ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી છે. ભૂકંપ બાદ જાપાનના તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે. 

જાપાનની એજન્સીઓ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યૂશુમાં જ હતું. જેથી આસપાસના વિસ્તારોમાં સુનામીનું ઍલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે જાપાનમાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે, જેથી અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભૂકંપ સામે ટકી શકે તેવી જ બનાવવામાં આવે છે. 

તિબેટમાં 100થી વધુના મોત 

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ તિબેટમાં પણ ભયાનક ભૂકંપ આવ્યો છે. 6.8ની તીવ્રતાના ભૂકંપના કારણે તિબેટના 126 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે ઉત્તર ભારતના પણ કેટલાક રાજ્યોમાં આંચકા અનુભવાયા હતા. 


Google NewsGoogle News